રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થઇ રહ્યો છે. સાથે થન્ડર સ્ટ્રોમનો વરસાદ થયો છે અને પ્રી-મોનસુન એક્ટિવિટી થઇ રહી છે. પરંતુ ચોમાસાનો વરસાદ ક્યારે પડશે? તેની રાહ જોવાઈ રહી છે. ચોમાસું પણ હવે ધીમે-ધીમે આગળ વધશે, પરંતુ ગુજરાતમાં ચોમાસું 22 જૂન આસપાસ બેસવાનું અનુમાન છે.
અંબાલાલ પટેલ: રોહિણી નક્ષત્ર
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નક્ષત્ર અને પવનની દિશાનો અભ્યાસ કર્યા બાદ વર્તારો કાઢતા હોય છે. ગુજરાતમાં ચોમાસાનો વરસાદ 22 જૂન આસપાસ થશે અને ચોમાસું મધ્યમ અથવા સામાન્ય રહેશે. જોકે, રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો ચોમાસું કેવું રહેશે અને કઈ રીતે જોવું તે તેમણે જણાવ્યું છે. ગુજરાતમાં અત્યારે રોહિણી નક્ષત્ર ચાલે છે. 25 મેથી રોહિણી નક્ષત્રની શરુઆત થઇ હતી અને 8 જૂન સુધી રોહિણી નક્ષત્ર રહેશે. જેના ચાર પાયામાં વરસાદ થાય તો ચોમાસું કેવું રહે? તેમણે તેનો વર્તારો કાઢ્યો હતો, ત્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ થયો છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, રોહિણી નક્ષત્ર 8 જૂન સુધી રહેશે. 8 જૂને મૃગશીર્ષ નક્ષત્ર બેસી જશે. રોહિણી નક્ષત્રના ચાર પાયા છે. પહેલા ભાગમાં વરસાદ થાય તો 72 દિવસના વાયરુ ફૂંકાય છે. બીજા ભાગમાં વરસાદ થાય તો એટલા વાયરાના દિવસ ઓછા ગણવા. એટલે પહેલા અને બીજા પાયામાં વરસાદ થયો છે.
તેમજ રોહિણી ઉતરતા પણ વરસાદ થવાની શક્યતા છે. એટલે 1થી 6 જૂનમાં વરસાદ થાય તો ચોમાસું નિયમિત રહેશે. રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થવાની શક્યતા છે. એટલે કે 4 જૂન સુધીમાં વરસાદ થવાની શક્યતા છે. એટલે ચોમાસાની પેટર્ન વ્યવસ્થિત રહેવાની શક્યતા છે.
અરબ સાગરમાં 4થી 7માં હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતા છે. જે ચક્રવાતમાં ફેરવાય જવાની શક્યતા છે. આ ચક્રવાત મજબુત થશે તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્તતા રહેશે. ઓમાન તરફ માર્ગ હશે તો પશ્ચિ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. 8 અને 9 જૂને દરિયામાં પવન બદલાશે અને દરિયો તોફાની બનશે.