Vishabd | નવરાત્રી માટે ખુશીની ખબર, ગુજરાતમાં વરસાદનું જોર સતત ઘટતું જશે, હવામાન વિભાગની આગાહી નવરાત્રી માટે ખુશીની ખબર, ગુજરાતમાં વરસાદનું જોર સતત ઘટતું જશે, હવામાન વિભાગની આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
નવરાત્રી માટે ખુશીની ખબર, ગુજરાતમાં વરસાદનું જોર સતત ઘટતું જશે, હવામાન વિભાગની આગાહી

નવરાત્રી માટે ખુશીની ખબર, ગુજરાતમાં વરસાદનું જોર સતત ઘટતું જશે, હવામાન વિભાગની આગાહી

Team Vishabd by: Akash | 10:04 AM , 03 October, 2024
Whatsapp Group

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી મોટી આગાહી

ગુજરાતના હવામાન ખાતા દ્વારા આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી કરવામાં આવી છે તે આગાહી રાહત આપનારી છે. અગાઉ નવરાત્રીમાં દરમિયાન વરસાદ તૂટી પડવાનું જોખમ હતું તેમાં રાહત મળી છે.

આ પણ વાંચો : શરદ પુનમથી લઈને દેવ દિવાળી સુધી વાતાવરણમાં પલટો, જાણો અંબાલાલ પટેલની નવી આગાહી

વરસાદનું જોર વધશે કે ઘટશે?

હવામાન ખાતા દ્વારા રાજ્યમાંથી વરસાદનું જોર ઘટવાની અને તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવેલ છે. જેમાં હવામાન વિભાગ દ્વારા આજથી આગામી 8 ઓક્ટોબર સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી. આ સિવાય વરસાદ અંગે કોઈ પણ એલર્ટ આપવામાં આવ્યું નથી. બુધવારે કરાયેલી આગાહીમાં હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે યલો એલર્ટ આપ્યું છે. વરસાદ ઘટતો જશે પરંતુ ઉકળાટ અને બફારો હેરાન કરી શકે છે.

આ પણ વાંચો : ખેલૈયાઓની નવરાત્રિ બગાડશે વરસાદ! અંબાલાલ પટેલે કરી 'ચક્રવાત' ની મોટી આગાહી

ક્યાં જિલ્લામાં હળવાથી મઘ્યમ વરસાદ પડી શકે?

આજના દિવસ માટે કરાયેલી આગાહીમાં હળવા વરસાદની શક્યતાઓ છે. જેમાં દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. હવામાન ખાતા દ્વારા બાકીના ભાગોમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતાઓ છે.

હવામાન ખાતા દ્વારા આગામી બુધવારે 7 દિવસના હવામાનની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવેલ છે તેમાં વરસાદ કેટલાક ભાગોમાં યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે.

રાજ્યના તાપમાન અંગે આગાહી

હવામાન ખાતા દ્વારા રાજ્યના તાપમાન અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવેલ છે તેમાં 4 દિવસ સુધી રાજ્યનું તાપમાન યથાવત રહ્યા બાદ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવેલ છે.

હવામાન ખાતા દ્વારા રાજ્યમાં ફરી એક વખત તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે, તેમાં રાજ્યના ઘણાં સેન્ટરો પર તાપમાનનો પારો 35 ની નજીક કે 35 પર પહોંચી ગયો છે. બીજી તરફ ભેજનું પ્રમાણ વધુ હોવાથી વધારે ઉકળાટ અનુભવાઈ રહ્યો છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ