Vishabd | દિવ્યાંગ સાધન સહાય યોજના: યોજનામાં મળશે 20,000 રૂપિયા સહાય, જલ્દી ફોર્મ ભરો દિવ્યાંગ સાધન સહાય યોજના: યોજનામાં મળશે 20,000 રૂપિયા સહાય, જલ્દી ફોર્મ ભરો - Vishabd
Vishabd
Whatsapp Group Join
દિવ્યાંગ સાધન સહાય યોજના: યોજનામાં મળશે 20,000 રૂપિયા સહાય, જલ્દી ફોર્મ ભરો

દિવ્યાંગ સાધન સહાય યોજના: યોજનામાં મળશે 20,000 રૂપિયા સહાય, જલ્દી ફોર્મ ભરો

Team Vishabd by: Majaal | 11:23 AM , 05 July, 2022
Whatsapp Group

દિવ્યાંગ સાધન સહાય યોજનામાં દિવ્યાંગ લોકોને સહાય પેટે શૈક્ષણિક અને વ્યવસાયિક ઉપયોગી સાધનો આપવામા આવે છે. આ યોજનાનો અમલ પુર્વ શિક્ષણ વિભાગનાં ઠરાવ નંબર EDB/10621530/6 થી 10-7-60 નાં રોજ કરવામાં આવ્યો છે.

દિવ્યાંગ સાધન સહાય યોજનામાં કોને લાભ મળશે?
આ યોજના હેઠળ 40% અથવા વધુ દિવ્યાંગને લાભ આપવામાં આવશે.
આ યોજનાનો લાભ 16 વર્ષથી ઓછી ઉંમરનાં વ્યક્તિને આપવામાં આવશે નહિ.

મળવાપાત્ર સહાય 
દિવ્યાંગ સાધન સહાય યોજના અંતર્ગત લાભાર્થીને રોજગાર લક્ષી ઉપકરણો માટે 20,000 મર્યાદામાં આપવામાં આવે છે.
દરેક પ્રકારની દિવ્યાંગતા ધરવતા લોકોને સ્વરોજગાર લક્ષી તેમજ દિવ્યાંગતમાં રાહત થાય તેવા સાધનો આપવામાં આવશે.
૨૧ પ્રકારની દિવ્યાંગતામાં મદદરૂપ થાય તેવા સાધનો સરકારશ્રી દ્રારા નક્કી થયેલ હશે તે મુજબ મળવાપાત્ર થશે.

આ યોજનામાં ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજ
દિવ્યાંગ ઓળખકાર્ડ ની ઝેરોક્ષ તથા સિવિલ સર્જનનાં દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ (Unique Disability ID)
શાળા છોડયાના(LC) પ્રમાણપત્રની નકલ.
રેશનકાર્ડની પ્રમાણિત નકલ
આધારકાર્ડની નકલ
ચુંટણીકાર્ડની નકલ
વ્યવસાય અંગેના અનુભવનું પ્રમાણપત્ર

ફોર્મ કેવી રીતે ભરવું
ગુજરાત સરકારના Social Justice & Empowerment Department(SJED) દ્વારા ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ (https://esamajkalyan.gujarat.gov.in/index.aspx) મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. દિવ્યાંગ સાધન સહાય યોજનાની અરજીઓની ચકાસણી કરી સહાય મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની રહેશે તથા વધુ માહિતી માટે જિલ્લાના વડા મથકે આવેલ ‘જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી‘ની કચેરી સંપર્ક કરવાનો રહેશે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ