આજે ભારે વરસાદની ધારણા નહિવત છે. જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની ઝાપટાની ધારણા છે. તેમજ રાજ્યમાં આજથી તાપમાનનો પારો વધશે. વાતાવરણ સુકુ થતાં ગરમીમાં વધારો થશે. તેમજ ગરમીના સાથે જ ભેજનું પ્રમાણ વધતા બફારો વધશે. તથા અમદવાદમાં તાપમાન 35 ડિગ્રી પાર જવાની ધારણા છે.
આ પણ વાંચો : ખેલૈયાઓની નવરાત્રિ બગાડશે વરસાદ! અંબાલાલ પટેલે કરી 'ચક્રવાત' ની મોટી આગાહી
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવેલ છે, હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજયમાં હજી પણ વરસાદની આગાહી છે. 8 થી 10 ઓકટોબર દરમિયાન વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમુક ભાગમાં વરસાદ વરસી શકે છે.10 થી 14 ઓક્ટોબર દરમિયાન વરસાદી સિસ્ટમ બની શકે છે.વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે છે. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી મુજબ સાયકલોન ચક્રવાતમાં રૂંપાતર થઈ શકે છે સાથે-સાથે આ ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળશે,પહેલા નોરતે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવેલ છે.બીજા નોરતે થી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે. સાથે-સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરી છે. હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થતો હોય છે.
આ પણ વાંચો : શરદપૂનમના ચંદ્ર માટે અંબાલાલ પટેલે આપ્યા મોટા સમાચર, ઓક્ટોબરમાં વધુ એક વાવાઝોડાની મોટી આગાહી
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી મુજબ વાત કરવામાં આવે તો શરદ પૂનમ સુધી વરસાદ વરસી શકેશે. ઓક્ટોબરમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શકયતાઓ છે જેના કારણે ભારે પવન સાથે ભારે વરસાદ વરસી શકે તેવી સંભાવના છે.અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શકયતાઓ છે.10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમા વરસાદની આગાહી કરવામાં આવેલ છે.બીજી તરફ રાજયમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકશે. આગાહી મુજબ કચ્છના અમુક ભાગોમાં ભારે વરસાદ સાથે નદી નાળામાં પાણી આવાની શકયતાઓ છે.સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.જૂનાગઢના, અમરેલી, ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. બીજી તરફ આજથી 5 ઓક્ટોબરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર બંગાળ ઉપ સાગરમાં ચક્રવાત થવાની શકયતાઓ રહશે. નવરાત્રિ દરમિયાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે.