Vishabd | ઓગસ્ટની આ તારીખોએ આપ્યું છે એલર્ટ, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આાગહી ઓગસ્ટની આ તારીખોએ આપ્યું છે એલર્ટ, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આાગહી - Vishabd
Vishabd
Whatsapp Group Join
ઓગસ્ટની આ તારીખોએ આપ્યું છે એલર્ટ, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આાગહી

ઓગસ્ટની આ તારીખોએ આપ્યું છે એલર્ટ, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આાગહી

Team Vishabd by: Akash | 12:42 PM , 04 August, 2024
Whatsapp Group

વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના હવામાન વિભાગે આગામી 3 દિવસને લઈને રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 4 ઓગસ્ટ દરમિયાન મેઘરાજા અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોને ઘમરોળશે તેવી આગાહી પણ કરવામાં આવી છે. આગાહીમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે. વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઓગસ્ટ મહિનામાં કેવું ચોમાસું રહેશે તે અંગેની આગાહી કરી છે તે જોઇએ.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આાગહી

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ પડશે તે અંગેનું અનુમાન કર્યુ છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, જુલાઈ મહિનાની જેમ ઓગસ્ટમાં પણ સારો વરસાદ વરસશે. આ મહિનામાં ચોમાસું નિષ્ક્રિય નહીં થઇ જાય એટલે ખેડૂતોને ચિંતા કરવાની જરુર નથી. ઓગસ્ટ મહિનો તો સારો રહેશે અને સપ્ટેમ્બર મહિનો પણ ખૂબ સારો રહે તેવું અનુમાન છે.

આ સાથે તેમણે જણાવ્યુ કે, આ વર્ષના ચોમાસામાં દર વખતની સરખામણીમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધુ રહ્યુ છે. જોકે, ઓગસ્ટ મહિનામાં ગરમી અને બફારો સામાન્ય સ્થિતિમાં આવી જશે તેમ જોવા મળશે. 15 સપ્ટેમ્બર સુધી ગરમી અને બફારાની સ્થિતિ સામાન્ય રહેશે પરંતુ 15 સપ્ટેમ્બર સુધીમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે.ં

૧૫ સપ્ટેમ્બર સુઘીની આગાહી

આ સાથે તેમણે જણાવ્યુ કે, આ વર્ષના ચોમાસામાં દર વખતની સરખામણીમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધુ રહ્યુ છે. જોકે, ઓગસ્ટ મહિનામાં ગરમી અને બફારો સામાન્ય સ્થિતિમાં આવી જશે તેમ જોવા મળશે. 15 સપ્ટેમ્બર સુધી ગરમી અને બફારાની સ્થિતિ સામાન્ય રહેશે પરંતુ 15 સપ્ટેમ્બર સુધીમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ