લા નીનાની સંતાકુકડીમાં હવામાન તજજ્ઞોના અહેવાલો એક સરખા રહેવામાં અસફળ રહ્યા છે. હવે લા નીનાની સ્થિતિ સપ્ટેમ્બરના અંતમાં કે ઓક્ટોબરમાં થઇ શકે, તો આ સમયગાળામાં ચોમાસું વિદાઈ લેતું હોય છે. એટલે ભારતમાં પવનો ઉલટાય જતા હોય છે.
આ વખતે તેજ પવનો દક્ષિણ પશ્ચિમ રહી શકે નહીં. તેજ પવનો ભારતમાં આવતા હોય ત્યારે પાછા ફરતા કમોસમી પવનો તેને પાછા ધક્કેલી દેતા હોય છે. લા નીના બનવાના સંજોગોના કારણે ઓક્ટોબર મહિનમાં લાનીનો બને તો તેની ભારતના મોસમ પર કેવી અસર બને તે સમય જ કહેશે.
આમ છતાં પણ સપ્ટેમ્બર મહિનામાં બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થાય અને ચક્રવાતનું પ્રમાણ વધી શકે. ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ ચક્રવાતનું પ્રમાણ વધી શકે. ક્યારેક-ક્યારેક ગરમી પડે તો આ પવનો અસર કરી શકે છે.
શિયાળામાં વધુ માવઠા થવાની શક્યતા રહેશે. લા નીનાની અસર રહે અને ગરમી પડે તો તેની અસરથી સપ્ટેમ્બર મહિનામાં વધુ વરસાદ રહી શકે. સપ્ટેમ્બરની શરુઆતમાં વરસાદ થશે અને 23 સપ્ટેમ્બર પછી ભારે વરસાદની શક્યતા રહેશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, નવરાત્રી દરમિયાન ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં વરસાદની શક્યતા છે. 10 ઓક્ટોબરથી ચિત્રા નક્ષત્ર બેસે છે. ચિત્રા નક્ષત્રમાં ભારે વરસાદ થતો હોય છે. આ વખતે ચિત્રા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 70.35 વરસાદ નોંધાયો છે. કચ્છમાં અત્યાર સુધીનો 87.3 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 52.67 ટકા વરસાદ નોંધાયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 53.90 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 78.73 ટકા વરસાદ તો દક્ષિણ ગુજરાતમાં 83.96 વરસાદ નોંઘાયો છે. જોકે, ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની જરુર છે. જ્યારે ઓગસ્ટની શરુઆતથી સામાન્યથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.