ગુજરાતમાં મોસમનો મિજાજ એકાએક બદલાયો છે. જ્યાં કાળાડિબાંગ વાદળોની ફૌજ હતી, ત્યાં હવે ફરી ગરમી અનુભવાઈ રહી છે. ગુજરાતની વરસાદની આગાહી રેડ પરથી ઓરેન્જ એલર્ટ પર ખસી ગઈ છે.
આજથી 4 દિવસ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. જોકે, આજે ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી નથી
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આવતી કાલે અને પરમ દિવસે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. આવતીકાલે ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. તો કાલે સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે.
પરમ દિવસે બનાસકાંઠા, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી છે. ગુજરાતના અનેક વિસ્તારમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. આમ, હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી છે
અંબાલાલ પટેલની ભવિષ્યવાણી
હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે આગામી 12 કલાકમાં રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આજે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદી ઝાપટા રહેશે.
તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની શક્યતા છે. રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાશે. 24 કલાકમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. સુરત, નવસારીમાં પણ ભારે વરસાદની શક્યતા છે. રાજસ્થાન-ગુજરાતના બોર્ડર વિસ્તારમાં વરસાદની આગાહી છે. ઉદયપુર સહિતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
શામળાજી, વિજયનગરમાં ભારે વરસાદ શક્યતા છે. રાજસ્થાનના ભાગોમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ શકે છે. રાજસ્થાન સંલગ્ન ગુજરાતના ભાગોમાં કાળજી રાખવી પડશે, અહી સ્થિતિ વણસી શકે છે. તો બનાસકાંઠા, મહેસાણામાં ભારે વરસાદથી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે.
તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,ખેડા, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અન્ય જિલ્લાઓમાં આજે ભારે વરસાદ સાથે યેલો અલર્ટ જાહેર કરાયું છે.
આમ, આગામી બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત્મક ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેસર બનતા રાજ્યમાં વરસાદ આવશે. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ