રેશનકાર્ડ ધારકોને રાહતના સમાચાર!, e-KYC બાકી રહેશે તો પણ મળવાપાત્ર અનાજ બંધ નહિ થાય
Team Vishabd by: Akash | 05:21 PM , 14 December, 2024
રેશનકાર્ડ ધારકોને રાહતના સમાચાર!, e-KYC બાકી રહેશે તો પણ મળવાપાત્ર અનાજ બંધ નહિ થાય
https://vishabd.com/posts/Relief-news-for-ration-card-holders
Ration card e-KYC : અંત્યોદય યોજના હેઠળ લાખો લોકો ખુબજ સસ્તા દરે અનાજ મેળવે છે. જે માટે રેશનકાર્ડ હોવું જરુરી હોય છે. ભારત સરકાર દ્વારા તમામ રેશનકાર્ડ ધારકોને e-KYC કરાવવા જણાવ્યું છે. જે અંતર્ગત 31 ડિસેમ્બર 2024 સુધી e-KYC કરાવી લેવા આદેશ આપ્યો હતો. ત્યારે આજે રેશનકાર્ડના e-KYC લઈને રાજ્ય સરકાર દ્વારા પ્રજાજોગ મહત્ત્વની જાણકારી આપવામાં આવી છે.
જે લોકોએ 31 ડિસેમ્બર પછી e-KYC નહિ કરાવ્યું હોય તો પણ અનાજ ચાલુ રહેશે.
e-KYC નહિ કરાવ્યું હોય તો પણ અનાજ ચાલુ રહેશે! - Ration card e-KYC
રેશનકાર્ડ ધારકોની ઓળખ ચકાસવા અને નકલી રેશનકાર્ડને નાબૂદ કરવા આ કામગીરી ચાલી રહી છે. ત્યારે આજે રાજ્ય સરકારે જણાવ્યું છે કે 31 ડિસેમ્બર 2024 પછી પણ જે વ્યક્તિએ રેશનકાર્ડનું e-KYC નહિ કરાવ્યું હોય તેમનું અનાજ બંધ કરવામાં આવશે નહિ. તેમને મળવાપાત્ર અનાજનો જથ્થો યથાવત રહેશે, જેમાં કોઇ ઘટાડો થશે નહિ.
રેશનકાર્ડના e-KYC બાબતે પ્રજાજોગ મહત્ત્વની જાણકારી - Ration card e-KYC
- રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને વિનંતી કે, જે લાભાર્થીઓનું e-KYC બાકી છે, તેઓને તા. 31 ડિસેમ્બર 2024 પછી પણ મળવાપાત્ર અનાજ યથાવત્ મળશે. તેમાં કોઈ ઘટાડો નહીં થાય કે બંધ નહીં થાય.
- આ જ રીતે સરકારશ્રીની અન્ય યોજનાઓનો લાભ પણ તા. 31 ડિસેમ્બર 2024 પછી મળતો રહેશે.
- આથી, e-KYC માટે બાકી રહેતા બધાજ રેશનકાર્ડ ધારકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા અને બિનજરૂરી ગભરાટથી દૂર રહેવા વિનંતી છે.
- રેશનકાર્ડમાં e-KYC માટે સરકારી કચેરીમાં જવાના બદલે આપ ઘરે બેઠાં "MY RATION" મોબાઇલ એપ્લિકેશનથી સરળતાથી e-KYC કરી શકો છો.
- રેશનકાર્ડમાં e-KYC માટે આપના તથા કુટુંબના બધાજ સભ્યોના આધાર કાર્ડમાં સરનામા, મોબાઈલ નંબર જેવી વિગતો અદ્યતન હોવી જરૂરી છે.
રેશનકાર્ડ ધારકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી!
આ સાથે જ રાજ્ય સરકારે જણાવ્યું છે કે રેશનકાર્ડ થકી મળતી અન્ય યોજનાઓ અને લાભો પણ 31 ડિસેમ્બર 2024 પછી ચાલુ રહેશે. તેથી રાજ્ય સરકાર દ્વારા e-KYC માટે બાકી રહેતા તમામ રેશનકાર્ડ ધારકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા અને બિનજરૂરી ગભરાટથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.