Vishabd | આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી - Vishabd
Vishabd
Whatsapp Group Join
આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી

આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી

Team Vishabd by: Akash | 07:58 AM , 25 September, 2023
Whatsapp Group


આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં આગાહી

આજે 25મી સપ્ટેમ્બરના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને મોરબીમાં વરસાદની કોઇ આગાહી કરવામાં આવી નથી. આ ઉપરાંતના તમામ જિલ્લાઓના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતી કાલે ક્યાં ક્યાં આગાહી

મંગળવારે 26મી સપ્ટેમ્બરના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ,જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા અંગે આગાહી કરવામાં આવી નથી. આ સાથે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંતનાં જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

27 તારીખની આગાહી

બુધવારે 27મી તારીખે, રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની કોઇ આગાહી કરવામાં આવી નથી. આ ઉપરાંત સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંતનાં જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

28 તારીખની આગાહી

ગુરૂવારે કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડાનું વાતાવરણ આજે ડ્રાય રહેવાની આગાહી છે. આ ઉપરાંતનાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે તો કેટલાક સ્થળોએ હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

29 તારીખની આગાહી

શુક્રવારે 29મી તારીખના રોજ કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડામાં વરસાદની શક્યતા નથી. આ ઉપરાંતનાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ