Vishabd | આગામી 24 કલાક ગુજરાત માટે અતિ ભારે, જાણો અંબાલાલ અને હવામાન વિભાગની આગાહી આગામી 24 કલાક ગુજરાત માટે અતિ ભારે, જાણો અંબાલાલ અને હવામાન વિભાગની આગાહી - Vishabd
Vishabd
Whatsapp Group Join
આગામી 24 કલાક ગુજરાત માટે અતિ ભારે, જાણો અંબાલાલ અને હવામાન વિભાગની આગાહી

આગામી 24 કલાક ગુજરાત માટે અતિ ભારે, જાણો અંબાલાલ અને હવામાન વિભાગની આગાહી

Team Vishabd by: Majaal | 08:54 AM , 14 July, 2024
Whatsapp Group

નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહીને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ઋતુચક્રમાં ફેરફારને પગલે વરસાદ ખેંચઈ રહ્યો હોવાનું તારણ સામે આવ્યું છે. હાલ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી તા. 17 થી 24 જૂલાઈ સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતનાં ડાંગ, વલસાડ જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ, પંચમહાલ, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છનાં દરિયાકાંઠાનાં ભાગોમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ પશ્ચિમ અરબ સાગરમાં ઓગસ્ટ મહિનામાં લાનોની અસર ફાયદાકારક થશે.

પશ્ચિમ મહાસાગરમાં જળ વાયુ તટસ્થ છે
ઋતુચક્રમાં ફેરપાર પણ વરસાદ ખેંચાવાનું કારણ હોઈ શકે છે. પશ્ચિમ મહાસાગરમાં જળવાયુ તટસ્થ છે. દક્ષિણ પશ્ચિમ અરબ સાગર તટસ્થ છે. લાનીનો અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. જો લાનીનો ઓગસ્ટ કે સપ્ટેમ્બર માસમાં બને તો ઋતુ પરિવર્તન જેવું ગણાશે. જ્યાં સુધી વેપાર વાયુ બરાબર ન થાય અને બંગાળનાં ઉપસાગર વહન મજબૂત ન થાય અને અરબ સાગરનું વહન મજબૂત ન થાય તો સારા વરસાદની ગણતરી મૂકી શકાય નહી.

આજે રવિવારે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, રાજકોટ, જૂનાગઢ, તાપીમાં યલો એલર્ટ છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં અતિભારે વરસાદનીઆગાહી છે.

ગુજરાતમાંથી ગાયબ થયેલા વરસાદ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી છે. અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ નહિ થવાનું કારણ અરબ સાગરનો ભેજ નબળો છે. હાલમાં ચંદ્ર, બુધ, ગુરુ અને શુક્ર ઉત્તર ભારત તરફ કાર્યરત છે જે વરસાદ લાવશે. 12 થી 14 જુલાઈ સુધી મહારાષ્ટ્રમાં ગ્રહો કાર્યરત રહેશે. 15 જુલાઈ સુધી પવન વાહક ગ્રહો હોવાથી બંગાળાના ઉપસગારના હલચલ લાવશે. જેની અસર ગુજરાત સુધી થશે. 17 થી 18 જુલાઈમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તો આ કારણે 19 થી 24 જુલાઈ ગુજરાતના વરસાદ થશે.

વરસાદ ની ગતિવિધિ 17 જુલાઈ થી શરૂ થશે
ઉત્તર ગુજરાતમાં ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જામનગરનાં કેટલાક ભાગોમાં વરસાદ થયો છે. અને કેટલાક ભાગોમાં વરસાદ થયો નથી. તે પણ ભાગમાં વરસાદ થશે. ઉત્તર સૌરાષ્ટ્રનાં ભાગો સહિત કચ્છનાં ભાગોમાં વરસાદ થશે. વરસાદની ગતિવિધિ 17 જુલાઈથી શરૂ થશે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ