petrol-diesel today's price : આજે એટલે કે 4, ડિસેમ્બર 2024ના રોજ પેટ્રોલ-ડીઝલના નવા દર બહાર પાડવામાં આવ્યા છે. ભારતમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ-ડીઝલના દર અપડેટ કરે છે. આ કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના દર, ડોલર($)-રૂપિયા(₹)ના વિનિમય દર અને કેન્દ્ર અને રાજ્ય સરકારોના ટેક્સના આધારે નક્કી કરવામાં આવે છે. આજે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત શું છે.
નોંધનીય છે કે, દરેક રાજ્યમાં અલગ-અલગ ટેક્સ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચને કારણે પેટ્રોલ-ડીઝલના દર પણ અલગ-અલગ હોય છે. તેથી, તમારા શહેરમાં નવા દર જાણવા મહત્વપૂર્ણ બની જાય છે. પેટ્રોલ- ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમતો, વિદેશી વિનિમય દરો અને સરકારની કર નીતિઓ પર આધારિત છે.
તમને જણાવી દઈએ કે રાજ્ય સ્તરે પેટ્રોલ પર લગાડવામાં આવેલા ટેક્સને કારણે અલગ-અલગ શહેરોમાં પેટ્રોલ-ડીઝલના દર પણ અલગ-અલગ હોય છે. ફોન પરથી SMS કરીને પણ દરરોજ ભારતના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પણ જાણી શકાય છે. આ માટે ઇન્ડિયન ઓઈલ (IOCL)ના ગ્રાહકોએ RSP કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો હોય છે.