rain forests : અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં ફેરફાર થયો છે અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. આ સાથે જ હવામાન ખાતાની નવી આગાહી સામે આવી છે. આજે શનિવારે સાંજના 7 વાગ્યા સુધીની આગાહી કરવામાં આવી છે.
આજે ફરી વાર અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં ફેરફાર થયો છે અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. આ સાથે જ હવામાન ખાતાની નવી આગાહી સામે આવી છે. આજે શનિવારે સાંજના 7 વાગ્યા સુધીની આગાહી આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : હવામાન ખાતાની ચિંતાતૂર કરીદે તેવી આગાહી, આજે 18 જિલ્લામાં મેઘરાજા બોલાવશે ધબધબાટી!
આજે શનિવારે સાંજના 7 વાગ્યા સુધીની આગાહી કરવામાં આવી છે. જેમાં 16 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 11 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, નર્મદા, ખેડા, અમદાવાદ, અમરેલી, ગીર સોમનાથ, ગાંધીનગર, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, પોરબંદર, અને દ્વારકામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં હળવી ગાજવીજ સાથે પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિકલાકથી ઓછી રહેવાની સંભાવના છે. સાથે જ મધ્યમ વરસાદની આગાહી પણ છે.
ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું! સાથે જ હળવા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.