હવામાન વિભાગની (Meteorological department આગાહી (forecast) મુજબ ઉત્તર ગુજરાતના ત્રણ અને મધ્ય ગુજરાતના એક જિલ્લામાં આજે છુટાછવાયા વરસાદનું (rain) અનુમાન છે. રાજ્યના અન્ય જિલ્લામાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ (yellow alert) જાહેર કરવામાં આવ્યું છે.
બે દિવસ સુધી દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની સંભાવના છે. હાલ મૉન્સૂન ટ્રફ ઉત્તરમાં હિમાલયના પહાડોની નજીક છે જેથી ઉત્તર ભારતના વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા છે, પરંતુ મધ્ય ભારત, દક્ષિણ ભારતમાં વરસાદનું જોર ઓછું થઈ જશે.જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો હળવો વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રવિવારથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે.
હાલ બંગાળની ખાડીમાં કોઈ મોટી સિસ્ટમ સર્જાઈ રહી નથી, એટલે કે લૉ-પ્રેશર એરિયા સર્જાય અને તે ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના નથી. જેથી આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી.
રાજ્યના કુલ 207 પૈકી 47 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. કચ્છ સૌરાષ્ટ્રના 41 અને દક્ષિણ ગુજરાતના કુલ 13 પૈકી છ જળાશયો છલોછલ ભરાયા છે. રાજ્યના કુલ 207 જળાશયોમાં હાલ 64.93 ટકા જળસંગ્રહ છે. રાજ્યના 206 પૈકી 87 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 62 જળાશયો હાઈએલર્ટ પર છે, 80થી 90 ટકા ભરાયેલા 15 જળાશયો એલર્ટ પર છે, તો 70થી 80 ટકા ભરાયેલા 10 જળાશયો વોર્નિંગ પર છે.