Vishabd | વિરામ બાદ મેઘરાજા કરશે ધમાકેદાર એન્ટ્રી, જાણો સોમવાર સુધીમાં ક્યાં વરસાદ? વિરામ બાદ મેઘરાજા કરશે ધમાકેદાર એન્ટ્રી, જાણો સોમવાર સુધીમાં ક્યાં વરસાદ? - Vishabd
Vishabd
Whatsapp Group Join
વિરામ બાદ મેઘરાજા કરશે ધમાકેદાર એન્ટ્રી, જાણો સોમવાર સુધીમાં ક્યાં વરસાદ?

વિરામ બાદ મેઘરાજા કરશે ધમાકેદાર એન્ટ્રી, જાણો સોમવાર સુધીમાં ક્યાં વરસાદ?

Team Vishabd by: Majaal | 08:46 AM , 19 September, 2024
Whatsapp Group

રાજ્યમાં ઓગસ્ટમાં સારો વરસાદ થયા બાદ સપ્ટેમ્બર મહિનામાં તીવ્રતા ઓછી થઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, હાલ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી નથી. તો બીજી બાજુ હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ચોમાસાની વિદાયનો હજી સમય આવ્યો નથી.

હાલ તેના કોઈ પણ એંધાણ નથી. બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાની છે. જેના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં પણ વરસાદ પડવાની શક્યતા

અમદાવાદ, હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે સાત દિવસ માટે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, “ગુજરાતમાં આગામી સાત દિવસ ઘણો ઓછો વરસાદ જોવા મળશે.

પાંચ દિવસ માટે કોઈપણ જગ્યાએ ભારે વરસાદની વોર્નિંગ આપવામાં આવી નથી. કચ્છ આગામી સાત દિવસ માટે ડ્રાય રહેશે. સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ છૂટાછવાયા વરસાદ જોવા મળશે પરંતુ તે પછીના ત્રણ દિવસ હવામાન શુષ્ક રહેશે.

આ સાથે તેમણે જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાતમાં પણ આજે છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. તે પછી પાંચ દિવસ હવામાન શુષ્ક રહેશે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ રહેશે.

અભિમન્યુ ચૌહાણે ગુજરાતમાં વરસાદ અંગેની ટકાવારી જણાવતા કહ્યું કે, “ગુજરાતમાં સામાન્ય કરતા 44 ટકા વધારે વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર - કચ્છમાં સામાન્ય કરતા 31 ટકા વરસાદ વધારે જોવા મળ્યો છે. ગુજરાત રિજનમાં (સૌરાષ્ટ્ર - કચ્છ સિવાયના તમામ જિલ્લાઓ) સામાન્ય કરતા 26 ટકા વરસાદ વધારે છે.

અભિમન્યુ ચૌહાણે વધુમાં જણાવ્યું છે કે, આજે પણ તાપમાન સામાન્ય જ રહેશે. ગુજરાતમાં વરસાદ લાવે તેવી હાલ કોઈ સિસ્ટમ નથી અને આગામી દિવસોમાં પણ કોઈ સિસ્ટમ સક્રિય થાય તેવું લાગતું નથી. ચોમાસાની વિદાય માટેની પરિસ્થિતિ સર્જાઈ રહી છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ભેજ ઘટવાને કારણે સપ્ટેમ્બરના બીજા અને ત્રીજા સપ્તાહમાં સારો વરસાદ જોવા મળ્યો નથી. બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે.

આવનારા દિવસોમાં પણ વધુ એક સિસ્ટમ બને તેવું લાગી રહ્યું છે. આ સિસ્ટમ 23-24 તારીખે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે. આ વરસાદનો રાઉન્ડ ચારથી પાંચ દિવસ જોવા મળે તેમ લાગી રહ્યું છે.


Whatsapp Group
સબંધિત પોસ્ટ