Vishabd | 15 થી 20 બારે મેઘ ખાંગા થશે... જાણો આજની હવામાન વિભાગની આગાહી 15 થી 20 બારે મેઘ ખાંગા થશે... જાણો આજની હવામાન વિભાગની આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
15 થી 20 બારે મેઘ ખાંગા થશે... જાણો આજની હવામાન વિભાગની આગાહી

15 થી 20 બારે મેઘ ખાંગા થશે... જાણો આજની હવામાન વિભાગની આગાહી

Team Vishabd by: Majaal | 08:58 AM , 12 July, 2024
Whatsapp Group

રાજ્યમાં સતત વરસાદી માહોલને પગલે ખેડૂતો અને સામાન્ય જનતામાં ખુશી જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા પણ સતત રાજ્યના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગની આજની આગાહીમાં સતત પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આજની વાત કરીએ તો, આજે 13 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે 9 જિલ્લામાં યલો એલર્ટ

૧૫ જુલાઈ ક્યાં ક્યાં વરસાદ
૧૫ જુલાઇથી વરસાદનું જોર વધશે તેવી શકયતા છે જેમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નમેદા જિલ્લામાં મધ્યમ થી ભારે વરસાદની ચેતવણી આપી છે સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામશે.

૧૬ જુલાઈ અતિભારે વરસાદ
સિસ્ટમ દક્ષિણ ગુજરાત સુધી પહોંચશે જેના કારણે વલસાડ નવસારી ડાંગ તાપી દમણ અને દાદરા અને નગરહવેલી જેવા વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના છે તેમજ સુરત ભરૂચ નમઁદા દાહોદ છોટાઉદેપુર વડોદરા જેવા જિલ્લામાં મારે વરસાદની ચેતવણી આપી છે સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદની એન્ટ્રી થઈ જશે. બાકીના વિસ્તારોમાં અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી પંચમહાલ મહીસાગર બનાસકાંઠા પાટણ મહેસાણા જામનગર દ્વારકા પોરબંદર સુરેન્દ્રનગર મોરબી અને કચ્છમાં પણ સારો વરસાદ પડી શકે છે.

૧૭ તારીખે રેડ એલર્ટ
૧૭ તારીખે બારે મેઘ ખાંગા થશે, સૌરાષ્ટ્રમાં જળબંબાકાર વરસાદની સંભાવના છે જેમાં ભાવનગર, તળાજા, મહુવા, પાલીતાણા, શિહોર, ઉમરાળા, જેસર, ગારીયાધાર, રાજુલા, અમરેલી, ઊના, બગસરા,ધારી, ગીર, વિસાવદર, વંથલી, સોરઠ, ઘેડ, ઉપલેટા, રાજકોટ, જસદણ, બોટાદ, ગઢડા, ગારિયાધાર, વલભીપુર, વલસાડ,વાપી, કપરાડા, વાની, બીલીમોરા, વાસંદા, નવસારી, ડાંગ,વધથ, સુબીર, બારડોલી, વ્યારા, સોનગઢ, ઉચ્છલ, જલધિ, તરંગ, ખારડોલી જોવા ભાગોમાં અતિભારે વરસાદની સંભાવના છે અમુક વિસ્તારોમાં ૧૦ થી ૧૬ ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે.

બાકીના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે તેવી શક્યતા છે આ રાઉન્ડ સાર્વત્રીક વરસાદનો રાઉન્ડ આવશે જેમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં મધ્ય પૂર્વ અને કચ્છમાં મધ્યમ ભારે વરસાદની આગાહી કરી છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ