Gujrat alert : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની તીવ્રતા કેવી રહેશે તે અંગેની હવામાન ખાતાએ આગાહી કરી છે તે જોઈએ.
ગુજરાતમાં ચોમાસાએ વિદાય લીધી છે પરંતુ મેઘરાજા જવાનું નામ નથી લઈ રહ્યો. માવઠાને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોના ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોમિત્રોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની તીવ્રતા કેવી રહેશે અને બંગાળની ખાડીના વાવાઝોડાની કેવી અસર થશે તે અંગેની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો : આજે વડોદરા સહિત 17 જિલ્લામાં તીવ્ર માવઠું થઇ શકે! જાણો હવામાન વિભાગની મોટી આગાહી
હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણ દ્વારા આજે બપોરે ગુજરાતના હવામાન અંગેની 7 દિવસની આગાહી કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. આજે પોરબંદર, સુરત, ડાંગ, તાપી, નવસારી, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, વલસાડ, દમણ દાદરાનગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આવવાની શક્યતા છે. હવે છેલ્લા 3-4 દિવસ કરતાં આજે વરસાદનું જોર હળવું રહેશે.
આ પણ વાંચો : ખેડુતોની ઊંઘ બગાડતી આગાહી, એકસાથે બે સીસ્ટમ સક્રીય, જાણો અંબાલાલ પટેલની આગાહી
હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આવતી કાલથી એટલે બીજા દિવસથી ગુજરાતમાં સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. આજે તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં 34.6 ડિગ્રી અને ગાંધીનગરમાં 34.8 ડિગ્રી નોંધાયું હતું. આગામી 5 દિવસ આખા ગુજરાતમાં બે થી ત્રણ ડિગ્રી સુધીનો વધારો નોંધાઈ શકશે!
હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે એમ પણ જણાવ્યું કે, અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાકમાં તાપમાન 36 ડિગ્રી રહેવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સાત દિવસ વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે.
હવામાન ખાતાના મોસમ વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં એક સિસ્ટમ ડિપ્રેશનમાં ડેવલપ થઈ છે. જે 23 ઓક્ટોબરની આસપાસ વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. અત્યારની પરિસ્થિતિને જોતા એવું લાગે છે કે, આ વાવાઝોડાની ગુજરાત પર અસર નહીં થશે. હાલ તેની દિશા ઉત્તર પશ્ચિમની છે અને તે જોતા 24 ઓક્ટોબરની રાત્રે કે 25 ઓક્ટોબરે તે ઓડિશા, વેસ્ટ બંગાળને હિટ કરે તેવી શક્યતા છે. જેની અસર ગુજરાત પર ઓછી જોવા મળશે.