Vishabd | 29/08/2023 : આજે કપાસમાં રેકોર્ડ બ્રેક ભાવ,જાણો આજના કપાસના તમામ બજારોના ભાવ – કપાસના બજાર ભાવ 29/08/2023 : આજે કપાસમાં રેકોર્ડ બ્રેક ભાવ,જાણો આજના કપાસના તમામ બજારોના ભાવ – કપાસના બજાર ભાવ - Vishabd
Vishabd
Whatsapp Group Join
29/08/2023 : આજે કપાસમાં રેકોર્ડ બ્રેક ભાવ,જાણો આજના કપાસના તમામ બજારોના ભાવ – કપાસના બજાર ભાવ

29/08/2023 : આજે કપાસમાં રેકોર્ડ બ્રેક ભાવ,જાણો આજના કપાસના તમામ બજારોના ભાવ – કપાસના બજાર ભાવ

Team Vishabd by: Akash | 10:19 AM , 29 August, 2023
Whatsapp Group

શુ છે, આજની બજાર હલચલ?

ગુજરાતમાં કપાસની આવકો થોડી વધી રહી છે, પરંતુ બીજી તરફ ખેતરમાં ઊભેલા કપાસને હવે વરસાદની તાતી જરૂર છે. જો વરસાદ એકાદ સપ્તાહમાં નહીં આવે તો કપાસનાં પાકમાં મોટી નુકસાની-ઉતારા ઘટી જાય તેવી સંભાવનાં દેખાય રહી છે. કપાસની બજારમાં આગળ ઉપર લેવાલી કેવી આવે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. 

કપાસનાં વેપારીઓ કહે છેકે બજારો આગામી દિવસોમાં એક રેન્જમાં અથડાયા કરશે. આજે પણ ભાવમાં મણે બે- પાંચ રૂપિયાની વધઘટ હતી. 

નવા કપાસની અમરેલીમાં ૬૦૦ મણ, બાબરામાં ૨૦૦ મણ અને સાવરકુંડલામાં ૫૦૦ મણની આવક હતી. છૂટક અન્ય યાર્ડોમાં ૩૦૦થી ૫૦૦ મણની આવકનો અંદાજ છે. એમ.પી.માં નિમાડમાં ચારથીપાંચ નવી જિનિંગ પણ ચાલુ થઈ હતી, જેમાં કપાસનાં મૂહૂર્તનાં ભાવ રૂ.૫૦૧૧થી ૬૧૧૧ પ્રતિ ક્વિન્ટલનાં ભાવ બોલાયાં હતાં. 

કડીમાં મહારાષ્ટ્રની બે- ત્રણ ગાડી અને કાઠીયાવાડની બે-ચાર ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ.૧૫૦૦ થી ૧૫૬૦ વચ્ચે હતાં. કાઠીયાવાડનાં વેપારો રૂ.૧૫૫૦ થી ૧૬૨૫ હતાં. 

સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રની ૭થી ૮ ગાડીની આવક થઈ હતી અને ભાવ રૂ.૧૪૭૦થી ૧૫૦૦નાં હતાં. 

સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાં કપાસની આવક ૨૫ હજાર મણની થઈ હતી અને ભાવ સૌથી ઊંચા બોટાદમાં રૂ.૧૬૧૦ પ્રતિ મણનાં બોલાયા હતા, જ્યારે સૌથી નીચા ભાવ રૂ.૧૩૦૦થી ૧૩૫૦નાં હતાં. સરેરાશ ભાવ રૂ.૧૪૫૦થી ૧૬૦૦ વચ્ચે અથડાય રહ્યાં હતાં. 

રાજકોટમાં ૭૫૦૦થી ૮૦૦૦ મણની આવક હતી. ભાવ ફોર-જીનાં રૂ.૧૫૭૦થી ૧૫૯૦, એ માં રૂ.૧૫૫૦થી ૧૫૭૦, બીમાં રૂ.૧૫૦૦થી ૧૫૪૦ અને સીમાં રૂ.૧૪૩૦ થી ૧૪૯૦નાં હતાં.

કપાસના બજાર ભાવ

રાજકોટમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1481 થી 1595 રૂપીયા ભાવ બોલાયો. અમરેલીમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1220 થી 1537 રૂપીયા ભાવ બોલાયો. સાવરકુંડલામાં આજના કપાસના ભાવ રૂપીયા 1035 થી 1575 રૂપીયા ભાવ બોલાયો.

બોટાદમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1391 થી 1620 રૂપીયા ભાવ બોલાયો. મહુવામાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 950 થી 1400 રૂપીયા ભાવ બોલાયો. જામજોધપુરમાં આજના કપાસના ભાવ રૂપીયા 1500 થી 1575 રૂપીયા ભાવ બોલાયો.

ભાવનગરમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1355 થી 1556 રૂપીયા ભાવ બોલાયો. બાબરામાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1475 થી 1598 રૂપીયા ભાવ બોલાયો. મોરબીમાં આજના કપાસના ભાવ રૂપીયા 1251 થી 1525 રૂપીયા ભાવ બોલાયો.

રાજુલામાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 900 થી 1505 રૂપીયા ભાવ બોલાયો. હળવદમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1450 થી 1545 રૂપીયા ભાવ બોલાયો. તળાજામાં આજના કપાસના ભાવ રૂપીયા 905 થી 1455 રૂપીયા ભાવ બોલાયો.

બગસરામાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1200 થી 1518 રૂપીયા ભાવ બોલાયો. વિછીયામાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1430 થી 1514 રૂપીયા ભાવ બોલાયો. ધારીમાં આજના કપાસના ભાવ રૂપીયા 1200 થી 1501 રૂપીયા ભાવ બોલાયો.

લાલપુરમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1375 થી 1500 રૂપીયા ભાવ બોલાયો. ધ્રોલમાં આજના કપાસના બજાર ભાવ રૂપીયા 1128 થી 1542 રૂપીયા ભાવ બોલાયો. વિસનગરમાં આજના કપાસના ભાવ રૂપીયા 1345 થી 1427 રૂપીયા ભાવ બોલાયો.

કપાસના બજાર ભાવ (28/08/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ14811595
અમરેલી12201537
સાવરકુંડલા10351575
બોટાદ13911620
મહુવા9501400
જામજોધપુર15001575
ભાવનગર13551556
બાબરા14751598
મોરબી12511525
રાજુલા9001505
હળવદ14501545
તળાજા9051455
બગસરા12001518
વિછીયા14301514
ધારી12001501
લાલપુર13751500
ધ્રોલ11281542
વિસનગર13451427
Whatsapp Group
સબંધિત પોસ્ટ