Vishabd | જન્માષ્ટમીમાં વરસાદની આગાહી, જાણો 22 થી લઈને 26 તારીખ સુધીમાં વરસાદની આગાહી જન્માષ્ટમીમાં વરસાદની આગાહી, જાણો 22 થી લઈને 26 તારીખ સુધીમાં વરસાદની આગાહી - Vishabd
Vishabd
Whatsapp Group Join
જન્માષ્ટમીમાં વરસાદની આગાહી, જાણો 22 થી લઈને 26 તારીખ સુધીમાં વરસાદની આગાહી

જન્માષ્ટમીમાં વરસાદની આગાહી, જાણો 22 થી લઈને 26 તારીખ સુધીમાં વરસાદની આગાહી

Team Vishabd by: Majaal | 09:10 AM , 22 August, 2024
Whatsapp Group

સમગ્ર રાજ્યમાં વરસાદ નથી, ક્યાંક-ક્યાંક હળવાથી મધ્યમ ઝાપટા પડી રહ્યા છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદને લઇને આગાહી કરતા કહ્યું કે 24 થી 25 તારીખથી વરસાદી રાઉન્ડ શરૂ થશે...તેમણે કહ્યું કે આ રાઉન્ડ એક સપ્તાહ કરતા પણ મોટો હશે. તેમણે ગુજરાતમાં અમુક સ્થળોએ નહીં પરંતુ વ્યાપક વરસાદની આગાહી કરી.

પરેશ ગોસ્વામીએ કહ્યું કે આ રાઉન્ડમાં ઘણી જગ્યાએ 10 ઇંચ કરતા પણ વધારે વરસાદ ખાબકે તેવી શક્યતા છે.

પરેશ ગોસ્વામીએ કહ્યું કે જ્યાં વરસાદની અછત છે તેવા વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસશે તેવી શકયતા છે.

મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં હાલ મોટેભાગે ક્યાંય વરસાદ નથી અને ગરમીનું પ્રમાણ વધ્યું છે. 24 ઓગસ્ટથી વરસાદી વાતાવરણ સર્જાશે અને તાપમાન ઘટશે તેવી આગાહી કરાઇ છે.

22 અને 23 ઓગસ્ટે આ જિલ્લામાં આગાહી

22 ઓગસ્ટે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, માં ભારે વરસાદની આગાહી છે. જ્યારે 23 ઓગસ્ટ નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

24 અને 25 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
તારીખ 24 અને 25 ઓગસ્ટે દાહોદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી ભારે વરસાદની આગાહી કરાઇ છે.

જન્માષ્ટમીના દિવસે અહી ખાબકશે વરસાદ
26 અને 27 ઓગસ્ટના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે સાથો સાથ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દિવ માં ભારે વરસાદની આગાહી કરાઇ છે..

Whatsapp Group
સબંધિત પોસ્ટ