Vishabd | હજી તો ઠંડી વધશે!, સાથે ક્યાં જિલ્લાઓમાં વરસાદ પણ વરસશે?, અંબાલાલ પટેલેની ભારે આગાહી હજી તો ઠંડી વધશે!, સાથે ક્યાં જિલ્લાઓમાં વરસાદ પણ વરસશે?, અંબાલાલ પટેલેની ભારે આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
હજી તો ઠંડી વધશે!, સાથે ક્યાં જિલ્લાઓમાં વરસાદ પણ વરસશે?, અંબાલાલ પટેલેની ભારે આગાહી

હજી તો ઠંડી વધશે!, સાથે ક્યાં જિલ્લાઓમાં વરસાદ પણ વરસશે?, અંબાલાલ પટેલેની ભારે આગાહી

Team Vishabd by: Akash | 04:28 PM , 27 December, 2024
Whatsapp Group

ભર શિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી! - Ambalal extreme prediction

Ambalal extreme prediction : ભર શિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં માવઠું પણ થયું છે. ત્યારે આ બધા વચ્ચે આગામી દિવસોના હવામાન અંગે જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે. હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ હજી 2 દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આગામી 2 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. ઉતર ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, તો મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળછાયું વાતાવરણ છવાશે.

આ પણ વાચો : ગુજરાતમાં ઠંડી હજી વધશે? જાણો હવામાન વિભાગની આજની જોરદાર આગાહી

આગામી 2 દિવસ વરસાદી માહોલ રહેશે યથાવત! - Ambalal extreme prediction

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ ઉતર ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, તો મહીસાગર, પંચમહાલ સહિતના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ માવઠાની શક્યતા રહેશે. આગામી 2 દિવસ આણંદ, નડિયાદ, વડોદરામાં વરસાદનું જોર વધશે. જયારે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. રાજ્યમાં 28 ડિસેમ્બરે પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી મુજબ, હજી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ રહેશે. અરવલ્લી, ઈડર, વડાલી, મહેસાણાના કેટલાક વિસ્તારો, આણંદ, નડિયાદ, ખેડામાં કમોસમી વરસાદ રહેશે.

આ પણ વાચો : ગુજરાતના ખેડૂતોનો પાક બરબાદ કરવા આવી રહ્યું છે મોટું માવઠું!, અંબાલાલ પટેલની નવી આગાહી

આગામી અઠવાડિયામાં ઠંડીનું જોર વધશે!

આ પછી 29 ડિસેમ્બરથી જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં કડકડતી ઠંડી પડશે, જયારે 3 થી 10 જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં કડકડતી ઠંડી અનુભવાશે. જયારે ઉત્તર ગુજરાતમાં 10 થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નીચું જશે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં ઠંડી વધશે. તો ગાંધીનગરનું ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ થશે. જાન્યુઆરીમાંના બીજા પખવાડિયામાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન વાદળો આવી શકે છે. ઉત્તરાયણમાં સવારના સમયે સારો પવન રહેશે તો બપોરના સમયે પવન ઘટી શકે છે.

ક્યાં વિસ્તારોમાં હજી પણ વરસાદની સંભાવના?

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, હજી કોઈ-કોઈ વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારો, અરવલ્લીના વિસ્તારો અને મહીસાગરના કેટલાક વિસ્તારોમાં તેમજ પંચમહાલના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના રહેશે. ખાસ કરીને હવે વરસાદનું જોર ઘટતું જશે. આણંદ, નડીયાદ, વડોદરાના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે. 28 તારીખ સુધીમાં અલગ-અલગ વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે. કચ્છના વિસ્તારોમાં વાદળો છવાયેલા રહેશે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. 29 ડિસેમ્બરથી આકાશ સ્વચ્છ થશે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ