Cold in Gujarat : રાજ્યમાં ઠંડીને લઈને હવામાન ખાતાની વધુ એક આગાહી સામે આવી છે. જેમાં હવામાન ખાતાના અધિકારી ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા પ્રમાણે આગામી 5 દિવસ સુધી વાતાવરણ સુકું રહેશે. આપને જણાવી દઇએ કે આજના દિવસે વાતાવરણમાં તાપમાન યથાવત રહેશે તેમજ 2 દિવસ પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જે સામાન્ય કરતા 1.3 ડિગ્રી સેલ્સિયસ વધુ છે અને અમદાવાદમાં લઘુતમ તાપમાન 19.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જે 1.8 ડિગ્રી સેલ્સિયસ વધુ છે.
આ પણ વાંચો : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ઘાતક આગાહી!, ગુજરાતમાં ઠંડીના ચમકારા સાથે વાવાઝોડાની પણ સંભાવના!
ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન 14.8 ડિગ્રી સેલ્સિયસ ગાંધીનગરમાં નોંધવામાં આવ્યું છે. જો કે, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તાપમાન ઓછું જોવા મળ્યું છે. કચ્છ, ઉત્તર ગુજરાતમાં સામાન્ય કરતા વધારે લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યું છે. પવનની દિશા ઉત્તર પૂર્વ તરફ જે દિશા બદલાતા ઠંડીનો અહેસાસ થશે.
આ પણ વાંચો : ગુજરાતમાં હવે ગુલાબી ઠંડી ક્યારે પડશે? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની નવી આગાહી
જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અડધા નવેમ્બર મહિના પછી ગરમીથી કંઈક અંશે રાહત મળશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે શિયાળા અંગે કરેલી આગાહી મુજબ 17 થી 20 નવેમ્બરે પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમ વર્ષાના કારણે ગુજરાતમાં ગરમીમાં ઘટાડો થશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાનમાં ઘટાડો થશે, ન્યૂનત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. તેમણે જણાવ્યું છે કે અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બરે લો પ્રેશર સર્જાઇ શકે છે. લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવશે, પરંતુ જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી શક્યતા છે.