Vishabd | સૌરાષ્ટ્રનાં આ બે જિલ્લામાં મેઘરાજા ધબડસટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી સૌરાષ્ટ્રનાં આ બે જિલ્લામાં મેઘરાજા ધબડસટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
સૌરાષ્ટ્રનાં આ બે જિલ્લામાં મેઘરાજા ધબડસટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી

સૌરાષ્ટ્રનાં આ બે જિલ્લામાં મેઘરાજા ધબડસટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી

Team Vishabd by: Majaal | 08:53 AM , 01 August, 2024
Whatsapp Group

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં તરઘડિયા હવામાન વિભાગે આજનું બુલેટિન જાહેર કર્યું છે. અમરેલી જિલ્લામાં આજે વરસાદની શક્યતા છે. તેમજ સૌરાષ્ટ્રનાં અન્ય જિલ્લામાં વાદળછાયું વાવેતર રહેવાની શક્યતા છે.

અમરેલી જિલ્લામાં 8 મીમી વરસાદ પડવાની શક્યતા છે. 1 તારીખના રોજ વરસાદ પડવાની શક્યતા છે. પવનની ઝડપ પ્રતિ કલાકે 24 કિમીની રહેશે.

અમરેલી જિલ્લામાં આગામી તારીખ 1 થી  4 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને વાદળછાયુ હવામાન લેવાની શક્યતાઓ છે. તેમજ છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે.

જામનગર જિલ્લામાં તારીખ 1 ના રોજ 62 મીમી વરસાદ પડવાની શક્યતા છે. તેમજ આગામી તારીખ 1 થી 4 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને મધ્ય વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે. તેમજ છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદ અથવા ઝાપટા પડવાની શક્યતા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 62 મીમી વરસાદ પડવાની શક્યતા છે. તેમજ પવનની ઝડપ પ્રતિ કલાકે 33 કિમીની રહેવાની શક્યતા છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામા 1 થી 4 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે. તેમજ છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ