Vishabd | પાણીના ટાંકા બનાવવા માટે સરકાર તરફ થી યોજના શરુ, જલ્દી કરો અરજી પાણીના ટાંકા બનાવવા માટે સરકાર તરફ થી યોજના શરુ, જલ્દી કરો અરજી - Vishabd
Vishabd
Whatsapp Group Join
પાણીના ટાંકા બનાવવા માટે સરકાર તરફ થી યોજના શરુ, જલ્દી કરો અરજી

પાણીના ટાંકા બનાવવા માટે સરકાર તરફ થી યોજના શરુ, જલ્દી કરો અરજી

Team Vishabd by: Majaal | 01:31 PM , 22 May, 2023
Whatsapp Group

ગુજરાત સરકાર રાજ્યના તમામ ખેડૂતોને લાભો અને સેવા પૂરી પાડવા માટે આઈ-ખેડૂત પોર્ટલ યોજના 2023 શરૂ કરી છે. ગુજરાત સરકારે બાગાયત, મત્સ્યોદ્યોગ, કૃષિ, પશુપાલન, જમીન અને જળ સંરક્ષણ માટે યોજનાઓ શરૂ કરી છે. જે આ પોર્ટલ પર છે.

ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ આપવાનો આઈ- ખેડૂત પોર્ટલ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય છે. આ આઈ- ખેડૂત પોર્ટલ દ્વારા ખેડૂતો કોઈપણ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે અને અરજી કરેલ યોજનાની સ્થિતિ પણ ચેક કરી શકે છે.

પાણીના ટાંકા બનાવવા માટે યોજના
ખેડૂતોએ યોજનામાં પ્રવેશ મેળવવા અથવા અરજી કરવા માટે સરકારી કચેરીઓના ચક્કર લગાવવાની જરૂર નથી. આઈ- ખેડૂત પોર્ટલ દ્વારા તમે કમિશન વિના કોઈપણ યોજના માટે સાઇન અપ કરાવી શકો છો. આઈ- ખેડૂત પોર્ટલ તમારો સમય અને પૈસા બચાવશે. અને સિસ્ટમમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે.

રાજ્યના પાણીના ટાંકા બનાવવા અને સ્માર્ટફોનની ખરીદીમાં કૃષિ વિભાગની સહાય મેળવવા માટે તા.15-05-2023, રોજ સવારે 10.30 વાગ્યાથી આઈ- ખેડૂત પોર્ટલ પર ખેડૂતોની ઓનલાઈન અરજીઓ ખોલવામાં આવશે.

યોજનામાં લાભ લેનાર માટે જરૂરી ડોક્યુમેન્ટ
લાભ લેનારનું આધાર કાર્ડ
લાભ લેનારનું ઓળખપત્ર
બેંક એકાઉન્ટની પાસબુક
મોબાઇલ નંબર
પાસપોર્ટ સાઇઝનો ફોટો

Whatsapp Group
સબંધિત પોસ્ટ