ગુજરાતમાં પાંચ દિવસ સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશન શિફ્ટ થઇને સાઉથ ગુજરાત ખસી ગયુ છે. જેના કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી આપવામાં આવી છે. આજથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે કે ઘટશે તે અંગેની પણ આગાહી કરવામાં આવી છે તે જોઈએ તો
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવના બુધવારે જણાવ્યા પ્રમાણે, ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હાલ એક સાયક્લોનિક સરક્યુલેશન શિફ્ટ થઇને સાઉથ ગુજરાત ખસી ગયુ છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. જેમા દાદરાનગર હવેલી અને દીવ પણ સામેલ છે.
રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં એક જૂનથી અત્યાર સુધી સાત ટકા વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે તેમણે માહિતી આપતા જણાવ્યુ કે, ઓગસ્ટ મહિનામાં નોર્થ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય કરતા ઓછા વરસાદની આગાહી છે. ઓવરઓલ જોવામાં આવે તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના માટે નોર્થ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછાથી સામાન્ય વરસાદની આગાહી છે.
તો બીજી બાજુ હવામાનની આગાહી આપતા IMD વૈજ્ઞાનિક સોમા સેન કહ્યું કે, બંગાળની ખાડી અને પશ્ચિમ બંગાળ, ઉત્તરપૂર્વ રાજસ્થાન અને ગુજરાતની નજીકમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે, પૂર્વ રાજસ્થાન, ઉત્તર અને મધ્ય ભારતમાં ભારે વરસાદની અપેક્ષા હોવાથી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુરુવારે ઉત્તર અને મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેશે. 16મી ઓગસ્ટથી ઓડિશામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.