Vishabd | અરબી સમુદ્રમાં વાવાઝોડાનો ભારે ખતરો!, દરિયા કાંઠે ભારે પવન ફુકાશે, અંબાલાલ પટેલની મોટી આગાહી. અરબી સમુદ્રમાં વાવાઝોડાનો ભારે ખતરો!, દરિયા કાંઠે ભારે પવન ફુકાશે, અંબાલાલ પટેલની મોટી આગાહી. - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
અરબી સમુદ્રમાં વાવાઝોડાનો ભારે ખતરો!, દરિયા કાંઠે ભારે પવન ફુકાશે, અંબાલાલ પટેલની મોટી આગાહી.

અરબી સમુદ્રમાં વાવાઝોડાનો ભારે ખતરો!, દરિયા કાંઠે ભારે પવન ફુકાશે, અંબાલાલ પટેલની મોટી આગાહી.

Team Vishabd by: Akash | 09:50 AM , 10 October, 2024
Whatsapp Group

અંબાલાલની વાવાઝોડા અંગેની મોટી આગાહી

હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 14 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થશે. 17 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર સુધી ત્રણ દિવસ દરિયામાં ભારે પવન ફૂંકાશે. તેમણે કહ્યું છે કે બંગાળમાં ચક્રવાતને કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ પણ પડી શકે છે.

આ પણ વાંચો : છત્રી રેઇનકોટ કાઢીને તૈયાર રહેજો, 13 થી 18 તારીખમાં કઈ જગ્યાએ વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 12 ઓક્ટોબર સુધીમાં ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ખંભાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે કહ્યું કે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાશે. આ દરમિયાન અરબી સમુદ્રમાં તોફાન સર્જાઈ શકે છે. તો 17 અને 18 તારીખે ગુજરાતના દરિયામાં ભારે પવન ફૂંકાઈ શકે છે. તો અંબાલાલ પટેલે 16 થી 18 ઓક્ટોબર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંભાવના વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી, ફરી એકવાર કરી વરસાદની આગાહી

અંબાલાલ પટેલની માવઠા અંગેની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, શરદ પૂનમથી દિવાળી સુધી હવામાનમાં સતત ફેરફાર થઈ શકે છે. 13 ઓક્ટોબરે બંગાળમાં આંધી-તોફાન થવાની શક્યતા છે. તો આગામી 18 થી 20 ઓક્ટોબર સુધી અરબી સમુદ્રમાં વાવાઝોડું ફૂંકાશે. આ સાથે અંબાલાલ પટેલે માવઠાની પણ સંભાવના વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાંત એવા  અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે, જેની અસર મહિનાના અંત સુધી જોવા મળશે.

પરેશ ગોસ્વામીની વરસાદ અંગેની આગાહી

હવામાનની સચોટ આગાહી માટે જાણીતા એવા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ નવી આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે 13 થી 18 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.તેમણે જણાવ્યું હતું કે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા વધુ હોઈ શકે છે.

આ ઉપરાંત હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે. કચ્છના વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડી શકે છે. તેમણે કહ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વિદાય લીધી છે. પરંતુ સામાન્ય રીતે ચોમાસાની વિદાય પછી પણ વરસાદ પડે છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ