Vishabd | આજે રાત્રે ભારે મેઘ તાંડવ, જાણો કયા કયા વિસ્તારોમાં ભુકકા બોલાવશે આજે રાત્રે ભારે મેઘ તાંડવ, જાણો કયા કયા વિસ્તારોમાં ભુકકા બોલાવશે - Vishabd
Vishabd
Whatsapp Group Join
આજે રાત્રે ભારે મેઘ તાંડવ, જાણો કયા કયા વિસ્તારોમાં ભુકકા બોલાવશે

આજે રાત્રે ભારે મેઘ તાંડવ, જાણો કયા કયા વિસ્તારોમાં ભુકકા બોલાવશે

Team Vishabd by: Akash | 06:41 PM , 18 September, 2023
Whatsapp Group

આજે રાત્રે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, દાદરાનગર હવેલી અને દાહોદમાં વરસાદની આગાહી છે. પંચમહાલ, વડોદરા, પાટણ, ખેડા, મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની સંભાવના છે.

19મી તારીખે, પાટણ, મોરબીમાં અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા છે. જયારે બનાસકાંઠા, દ્વરકા, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, આણંદ, ભરૂચ, સુરતમાં ભારે વરસાદ પડી શકે. હવામાન વિભાગના મેપ પ્રમાણે, ગુરૂવારના રોજ કચ્છ, પાટણ અને મોરબીમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા, ભાવનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, આણંદ, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંતના વિસ્તારોમાં કોઇ વોર્નિંગ આપવામાં આવી નથી.

આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, 20 સપ્ટેબરે દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના મેપ પ્રમાણે 20મી તારીખે કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંતના વિસ્તારોમાં કોઇ વોર્નિંગ આપવામાં આવી નથી.

આ સાથે તેમણે અમદાવાદ અંગે આગાહી કરતા જણાવ્યું કે, શહેરમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી છે. આ ઉપરાંત માછીમારોને 20મી તારીખ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ