Vishabd | આજે અને કાલે ભયંકર મેઘ તાંડવ, કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી આજે અને કાલે ભયંકર મેઘ તાંડવ, કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી - Vishabd
Vishabd
Whatsapp Group Join
આજે અને કાલે ભયંકર મેઘ તાંડવ, કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

આજે અને કાલે ભયંકર મેઘ તાંડવ, કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

Team Vishabd by: Akash | 08:48 AM , 08 July, 2022
Whatsapp Group

આજે ભારે વરસાદની આગાહી

રાજ્યમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.જેમાં પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તો કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, તાપી, સુરતમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઇ જન જીવન અસ્ત-વ્યસ્ત થયું છે. સાથે જ જિલ્લાના અનેક ગામમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં જિલ્લાના નીચાણવાળા વિસ્તારો પર તંત્ર નજર રાખી રહ્યુ છે. જો જરૂર પડે તો અન્ય સ્થળે ખસેડવાની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

આવતી કાલે અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં આવતી કાલે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જેમાં અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તો રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

આગામી 5 દિવસ માછીમારોને દરિયામાં ન જવા સૂચન

રાજ્યમાં વલસાડ, સુરત, દાદર નગર હવેલી, સોમનાથ, દ્વારકા, જૂનાગઢ, ભાવનગર અને કચ્છમાં ભારે વરસાદ વરસશે. તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં મધ્યમ વરસાદ રહેશે. જ્યારે અમદાવાદમાં આજે સાંજ સુધીમાં સારો એવો વરસાદ પડી શકે છે. સાથે હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયામાં ન જવા પણ સૂચન કર્યું છે.

9 જુલાઈ : અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી.

10 જુલાઈ : ગીર-સોમનાથ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. રાજકોટ, પોરબંદર, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની આગાહી.

11 જુલાઈ : આ દિવસે કચ્છમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ડાંગ, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. રાજકોટ, પોરબંદર, ભરૂચ, તાપી અને સુરતમાં ભારે વરસાદની આગાહી છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ