Vishabd | આજે રાત્રે આટલા જીલ્લામાં ભારે મેઘ તાંડવ, જાણો ક્યાં કયા વિસ્તારમાં આગાહી આજે રાત્રે આટલા જીલ્લામાં ભારે મેઘ તાંડવ, જાણો ક્યાં કયા વિસ્તારમાં આગાહી - Vishabd
Vishabd
Whatsapp Group Join
આજે રાત્રે આટલા જીલ્લામાં ભારે મેઘ તાંડવ, જાણો ક્યાં કયા વિસ્તારમાં આગાહી

આજે રાત્રે આટલા જીલ્લામાં ભારે મેઘ તાંડવ, જાણો ક્યાં કયા વિસ્તારમાં આગાહી

Team Vishabd by: Akash | 06:59 PM , 30 May, 2023
Whatsapp Group

છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ પડયો?

રાજયમાં છેલ્લા 24 કલાકમાં 32 તાલુકાઓમાં વરસાદ પડયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના અંજારમાં પોણા બે ઈંચ નોંઘાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ધોરાજી અને શિહોરમાં દોઢ ઈંચ વરસાદ નોંઘાયો છે. ગોંડલ, ગારિયાધાર અને વલ્લભીપુરમાં એક ઈંચ અને અન્ય તાલુકાઓમાં અડધાથી પોણો ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજગમાં હજુ આગામી 24 કલાક વરસાદની શકયતા સેવાઇ રહી છે. દરિયાકિનારાના વિસ્તારોમાં દરિયામાં કરન્ટ જોવા મળે તેવી શકયતા છે. તેથી દરિયા કિનારે લોકોને ન જવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે.

આજે ક્યાં કયા વિસ્તારમાં આગાહી

ગુજરાતમાં હજું પણ કમોસમી વરસાદનું સંકટ યથાવત છે. ઉત્તર ગુજરાત, મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે આગાહી વયકત કરી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 32 તાલુકમાં વરસાદ ખાબકયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના 20 જિલ્લામાં 50 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ પડવાની શકયતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ અરવલ્લી, બનાસકાંઠા, અમદાવાદ, દાહોદ, ગાંધીનગર, મહેસાણા, ખેડા,મહિસાગર, પંચમહાલ, પાટણ. સાબરકાંઠા, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આજે પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની શકયતા છે.

આગામી પાંચ દિવસ વરસાદ રહેશે

આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગે પણ આગાહી કરી કે, આગામી 24 કલાક ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આવતીકાલથી વીજળી અને ભારે પવનમાં વરસાદ રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રફ અને રાજસ્થાન સિસ્ટમ સક્રિય થવાથી વરસાદના વાદળો બંધાય છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ રહી શકે છે. મોટાભાગના જિલ્લાઓમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન રહી શકે છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ