Vishabd | Gujarat Weather Forecast • આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી, જાણો આજના વરસાદની આગાહી Gujarat Weather Forecast • આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી, જાણો આજના વરસાદની આગાહી - Vishabd
Vishabd
Whatsapp Group Join
Gujarat Weather Forecast • આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી, જાણો આજના વરસાદની આગાહી

Gujarat Weather Forecast • આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી, જાણો આજના વરસાદની આગાહી

Team Vishabd by: Akash | 10:24 AM , 18 September, 2023
Whatsapp Group

ગુજરાત માટે હજુ 4 દિવસ અતિભારે: 40 કિમીની ઝડપે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી, સૌરાષ્ટ્રવાસીઓ એલર્ટ!

આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, દાદરાનગર હવેલી અને દાહોદમાં વરસાદની આગાહી છે. પંચમહાલ, વડોદરા, પાટણ, ખેડા, મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની સંભાવના છે.

18 સપ્ટેમ્બરે આ ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા 18 સપ્ટેમ્બરે એટલે કે આજે ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે બનાસકાંઠા, સાંબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પાટણ, મહેસાણા, ગાંધીનગર અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.

19 સપ્ટેમ્બરે કચ્છ સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

19 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મહેસાણા, ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 20મી તારીખ એટલે કે, બુધવારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. એટલે કચ્છમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ