Vishabd | Gujarat Weather Forecast • આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી, જાણો આજના વરસાદની આગાહી Gujarat Weather Forecast • આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી, જાણો આજના વરસાદની આગાહી - Vishabd
Vishabd
કૃષિ દર્શન

Gujarat Weather Forecast • આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી, જાણો આજના વરસાદની આગાહી

Team Vishabd by: Akash | 07:28 AM , 16 September, 2023 Gujarat Weather Forecast • આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી, જાણો આજના વરસાદની આગાહી

આજે 16 તારીખના રોજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારતથી અતિભારા વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં પોપકા બોલાવી શકે છે

આજે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં છોટાઉદેપુર અને નર્મદામાં રેડ એલર્ટ સાથે ભારતીય ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે ડાંગ, તાપી, સુરત, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહે છે. જ્યારે દાહોદ, વડોદરા, પંચમહાલ અને ભરૂચમાં હળવા થી અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

17 તારીખના રોજ નર્મદા અને તાપીમાં રેડ એલર્ટ તેમજ ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, ખેડા, ગાંધીનગર, મહેસાણા, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસાકાંઠા ભારે વરસાદની આગાહી કરી છે.

18 તારીખના રોજ કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે અને 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદ થશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

19 તારીખના રોજ સુરત, બોટાદ સુરેન્દ્રનગર મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે 19 સપ્ટેમ્બરે કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ રહેશે.

image widget
સબંધિત પોસ્ટ