Vishabd | આજે રાત્રે મેઘ તાંડવ, 1 થી 4 જુલાઇ સુધીની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં પડશે વરસાદ આજે રાત્રે મેઘ તાંડવ, 1 થી 4 જુલાઇ સુધીની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં પડશે વરસાદ - Vishabd
Vishabd
Whatsapp Group Join
આજે રાત્રે મેઘ તાંડવ, 1 થી 4 જુલાઇ સુધીની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં પડશે વરસાદ

આજે રાત્રે મેઘ તાંડવ, 1 થી 4 જુલાઇ સુધીની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં પડશે વરસાદ

Team Vishabd by: Akash | 06:10 PM , 30 June, 2022
Whatsapp Group

હવામાન ખાતાએ આજથી પાંચ દિવસ સુધી વરસાદને લઈને આગાહી જાહેર કરી છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ રહેશે પાંચ દિવસ જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આલેખ સિસ્ટમ સક્રિય હોવાથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ સિસ્ટમ આગામી દિવસોમાં બની રહેશે તેથી આગામી દિવસોમાં ભારે વરસાદના સંજોગો છે.

આજે અને કાલે વરસાદની આગાહી

હવામાન ખાતાએ આજે અને કાલે વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. તથા દક્ષિણ ગુજરાતના સુરત ભરૂચ નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ ડાંગ તાપી અને નર્મદામાં પણ સારો વરસાદ રહેશે

⁠⁠⁠⁠⁠⁠1 થી 4 જુલાઇની સુધીની આગાહી

કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે ઓછો વરસાદ રહેશે. ત્યાં આવતીકાલે એટલે કે એક તારીખે વરસાદ ની એક્ટિવિટી વધી શકે છે. સૌરાષ્ટ્રમાં બીજી તારીખ થી વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. ત્રણ તારીખ અને ચાર તારીખના રોજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે.

અમદાવાદ જિલ્લામાં આજે અમુક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે આવતીકાલે અમદાવાદ શહેરમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે


Whatsapp Group
સબંધિત પોસ્ટ