હાલ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે છે. જ્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય વરસાદી ઝાપટા પડી રહ્યા છે. આવામાં હવામાન વિભાગની 7 દિવસની આગાહી અનુસાર, રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. બીજી બાજુ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 16થી 24 તારીખ દરમિયાન અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 22થી 30 ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે 16મી તારીખે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડાદોરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 16થી 24 ઓગસ્ટ અતિભારે વરસાદની વકી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. સરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદની વકી છે. જ્યારે સપ્ટેમ્બર માસમાં પણ ભારે વરસાદની વકી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક મોટી સિસ્ટમ આવવાની છે. તે વેલમાર્ક લો પ્રેશરને કારણે ગુજરાતમાં સાર્વત્રિક અને ભારેથી અતિભારે વરસાદ થવાનો છે. આમ તો 17-18 તારીખથી હળવો રાઉન્ડ ચાલુ થશે. આ રાઉન્ડ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં નહીં હોય, પણ ઘણા બધા જિલ્લાઓમાં હશે તે ચોક્ક્સ છે. ઘણા બધા વિસ્તારોમાં 17થી 21 તારીખ સુધી હળવા-મધ્યમ વરસાદ જોવા મળશે.
તેમણે જણાવ્યું હતું કે, જ્યારે 22થી 30 ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આમ તો 30 ઓગસ્ટ પછી પણ તે વરસાદ ચાલુ રહેવાના છે. ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ જોવા મળશે.