Ration card : સરકારની 'જન કલ્યાણ યોજના'ની શરૂઆત કોરોનાના સમયમાં કરવામાં આવી હતી. હવે આ યોજનામાં છેતરપિંડીની સમસ્યા આવવા લાગી છે અને આ ફ્રી સ્કીમનો લાભ કરોડો લોકો લઈ રહ્યા છે. આ યોજનાનો લાભ લેવા માટે સરકારે E-KYC કરાવવાની અપીલ કરી હતી. પરંતુ અત્યારે દેશમાં એવા કરોડો લોકો છે જેમણે સરકારની અપીલને અવગણી કરી છે.
વિભાગીય માહિતી મુજબ, આજે દેશમાં 80 કરોડથી પણ વધુ લોકો રેશનકાર્ડ ધરાવે છે. જે તમામ લોકોને મફત રાશન યોજનાનો લાભ મળી રહ્યો છે. હવે ફરિયાદો મળી રહી છે કે દરેક રાજ્યમાં લાખો રેશનકાર્ડ ધારકો છે જેઓ ખરેખર યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર નથી. હવે આવા તમામ કાર્ડ ધારકોની ઓળખ કરવામાં આવશે અને તેમનો ડેટા તૈયાર કરીને સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવશે. આ પછી સંબંધિત કાર્ડની ચકાસણી કરવામાં આવશે. તેમજ જો હવે કોઈ રેશનકાર્ડ નકલી હશે તો તેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
જણાવવામાં આવી રહ્યું છે કે, ગયા વર્ષે ઉત્તર પ્રદેશમાંથી 90 લાખ કાર્ડ રદ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, આ યોજનામાં જે પણ બદલાવ છે, તે 1 જાન્યુઆરી પછી અમલમાં મૂકવામાં આવશે.
આ સિવાય રાશન કાર્ડ પોર્ટેબિલિટીને પ્રાથમિકતા આપવામાં આવી છે. કેટલાક રાજ્યોમાં 'વન નેશન વન રાશન કાર્ડ' યોજના શરૂ થઈ ગયેલ છે. એટલે કે તમને એક જ રેશનકાર્ડથી સમગ્ર દેશમાં ખાદ્યપદાર્થો મળશે. આ માટે ઝુંબેશ ચલાવીને લોકોને જાગૃત કરવામાં આવશે. જો કે, ઘણા રાજ્યોમાં રેશનકાર્ડ પોર્ટેબિલિટી પહેલાથી જ થઈ ચુકી છે. આનો મતલબ એ છે કે તમે ગમે ત્યાં રહો, તમને મફત રાશન યોજનાનો લાભતો ચોક્કસથી મળશે. તેના માટે તમારે કાર્ડ બદલવાની જરૂર પડશે નહીં.