Vishabd | વરસાદે બોવ કરી હવે, ખેડુતોની ચિંતા વધી, હજી પણ ઘણા વિસ્તાર કોરાધાકોર વરસાદે બોવ કરી હવે, ખેડુતોની ચિંતા વધી, હજી પણ ઘણા વિસ્તાર કોરાધાકોર - Vishabd
Vishabd
Whatsapp Group Join
વરસાદે બોવ કરી હવે, ખેડુતોની ચિંતા વધી, હજી પણ ઘણા વિસ્તાર કોરાધાકોર

વરસાદે બોવ કરી હવે, ખેડુતોની ચિંતા વધી, હજી પણ ઘણા વિસ્તાર કોરાધાકોર

Team Vishabd by: Majaal | 09:18 AM , 17 August, 2024
Whatsapp Group

10 જૂનના રોજ ચોમાસાની શરૂઆત થઈ હતી જે બાદ ચોમાસું નબળું પડ્યું અને આગળ વધ્યું ન હતું. 22 જૂન બાદ ગુજરાતમાં ચોમાસાના વરસાદની શરૂઆત થઈ હતી અને ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. જૂન બાદ જુલાઈ મહિનો ગુજરાત માટે સારો રહ્યો હતો અને ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. જોકે, કેટલાક વિસ્તારોમાં તેમ છતાં પણ ઓછો વરસાદ થયો હતો.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં હવે ધીમે-ધીમે વરસાદનું પ્રમાણ ઘટી જશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ સાવ બંધ થઈ જાય તેવી સ્થિતિ દેખાઈ રહી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં 16 ઑગસ્ટથી જ વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થઈ જશે. જોકે વરસાદ સંપૂર્ણ બંધ નહીં થઈ જાય પરંતુ છૂટોછવાયો વરસાદ પડશે અને એ પણ હળવો વરસાદ હશે. આગામી સાત દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા ખૂબ ઓછી છે.

જે બાદ 20 ઑગસ્ટની આસપાસથી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ખૂબ ઘટી જશે અને ઘણા વિસ્તારોમાં વરસાદ સાવ બંધ થઈ જાય તેવી સંભાવના દેખાઈ રહી છે. એટલે કે ઘણા વિસ્તારોમાં તડકો નીકળવાની સંભાવના છે.

સાઇક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાત તરફ વળ્યું
ગઈકાલ સુધી ગુજરાત રાજ્ય પર જે સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હતું એ હવે દક્ષિણ ગુજરાત તરફ વળ્યું છે. એને કારણે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં એટલે કે નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ઓગસ્ટ મહિનાના પાછલા પખવાડિયામાં ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.

હવામાન વિભાગ દ્વારા એક તરફ ઉત્તર ગુજરાતમાં સામાન્ય જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કે સામાન્ય કરતાં ઓછા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગઈકાલે જ ઓગસ્ટ મહિનામાં પાછલા સપ્તાહમાં, એટલે કે જે 22થી 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

સાયક્લૉનિક સર્ક્યુલેશન
બંગાળની ખાડીમાં ફરી એક નવી સિસ્ટમ બની છે અને તેના કારણે આગામી દિવસોમાં દેશના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા દેખાઈ રહી છે. બંગાળની ખાડીમાં સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાયું હતું અને તે મજબૂત બનીને લૉ-પ્રેશર એરિયા બની ગયો છે.

હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ હજી પણ વધારે મજબૂત બને તેવી સંભાવના છે. આગામી બેથી ત્રણ દિવસોમાં આ સિસ્ટમ આગળ વધીને પશ્ચિમ બંગાળ અને ઝારખંડ પર પહોંચે તેવી શક્યતા છે, જે બાદ તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે.

અર્થતંત્ર માટે સારો વરસાદ જરૂરી
દેશમાં એક વર્ષમાં કુલ વરસાદના 70% વરસાદ માત્ર ચોમાસામાં જ પડે છે. દેશના 70% થી 80% ખેડૂતો પાકની સિંચાઈ માટે વરસાદ પર નિર્ભર છે. એટલે કે ચોમાસું સારું હોય કે ખરાબ તેની સીધી અસર ઉપજ પર પડે છે. જો ચોમાસું ખરાબ હોય તો ઓછા પાકનું ઉત્પાદન થાય છે જેના કારણે મોંઘવારી વધી શકે છે.

ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો લગભગ 20% છે. તે જ સમયે, કૃષિ ક્ષેત્ર દેશની અડધી વસ્તીને રોજગાર પ્રદાન કરે છે. સારા વરસાદનો અર્થ એ છે કે તહેવારોની સિઝન પહેલા ખેતી કરતા લોકોને સારી આવક મળી શકે છે. તેનાથી તેમની ખર્ચ શક્તિ વધે છે, જે અર્થતંત્રને મજબૂત બનાવે છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ