અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે જેમાં આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની શકયતાઓ સેવાઈ રહી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ પ્રતિ કલાક 30/40 કિમી રહે તેવી શકયતાઓ છે.સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં આજે સારો એવો વરસાદ પડી શકે છે.
આજે કયા પડી શકે છે ભારે વરસાદ
અમદાવાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે દમણ, દાદરાનગર હવેલી,નર્મદા, ભરૂચ,ડાંગ, તાપી,ભાવનગર, અમરેલી,પાટણ, મહેસાણા,સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ,વડોદરા, છોટાઉદેપુર જૂનાગઢ, ગીરસોમનાય,કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.બીકસોર ટ્રક અને સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે
આજે કયા પડી શકે છે વરસાદ
અમદાવાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદ ગાંધીનગર,બેડા, આણંદ અરવલ્લી, પંચમહાલ,મહી સાગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે ખેડૂતોના પાકને પણ રાહત થશે અને સારૂ વાવેતર કરવુ હશે તો શક્ય થશે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વાપીમાં પોણા 7 ઇંચ વરસાદ નોંધાયો છે કપરાડામાં 5 ઇંચથી વધુ વરસાદ પારડી, ધરમપુરમાં ઈંચથી વધુ વરસાદ ઉમરગામમાં પોણા 4 ઇંચથી વધુ વરસાદ જામનગરના જોડીયામાં 2 ઇંચથી વધુ વરસાદ છોટાઉદેપુર નવસારીમાં 2-2 ઈંચ વરસાદ, ખેરગામ, જલાલપોરમાં 2-2 ઈંચ વરસાદ, વાલોડ અને બારડોલીમાં 2-2 ઈંચ વરસાદ,સોનગઢ, ડાંગ અહવામાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો