રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે કેટલીક નદીઓના જળસ્તર વધવાથી પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 11 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બરમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં હમણાં ભારેથી અતિભારે વરસાદ થવાથી ભારે જનજીવન અસર જોવા મળી હતી.
રાજ્યમાં તારીખ 11 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો જોવા મળશે. દેશમાં એક ડિપ ડિપ્રેશન બની રહ્યું છે જે ડિપ્રેશન લગભગ બિહારના, ઝારખંડ, ઓરિસ્સા અને વિશાપટ્ટનમના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં 24 ઈંચ સુધી વરસાદ થવાની શક્યતા છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ બાદમાં દેશના મધ્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે જેમાં કેટલાક ભાગોમાં પૂર પણ આવવાની શક્યતા છે. પૂર્વ મધ્યપ્રદેશમાં 10થી 12 ઈંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે.
નર્મદા નદીમાં જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે અને ત્યારબાદ પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તો કોઈ ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા રહેશે.
ગુજરાતના 11મી સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. આ પલટામાં પંચમહાલ, સાબરકાંઠા, હિંમતનગર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ બાદ પણ વરસાદ સિસ્ટમ હોવાથી વરસાદ ચાલુ રહેશે. તારીખ 17 સપ્ટેમ્બરથી તારીખ 26 સપ્ટેબર સુધી એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ વરસાદથી એવું લાગશે કે આ તો અષાઢમાં છે.