Vishabd | શરદ પુનમથી લઈને દેવ દિવાળી સુધી વાતાવરણમાં પલટો, જાણો અંબાલાલ પટેલની નવી આગાહી શરદ પુનમથી લઈને દેવ દિવાળી સુધી વાતાવરણમાં પલટો, જાણો અંબાલાલ પટેલની નવી આગાહી - Vishabd
Vishabd
Whatsapp Group Join
શરદ પુનમથી લઈને દેવ દિવાળી સુધી વાતાવરણમાં પલટો, જાણો અંબાલાલ પટેલની નવી આગાહી

શરદ પુનમથી લઈને દેવ દિવાળી સુધી વાતાવરણમાં પલટો, જાણો અંબાલાલ પટેલની નવી આગાહી

Team Vishabd by: Majaal | 09:01 AM , 02 October, 2024
Whatsapp Group

ગુજરાતમાં હાલ વરસાદની વિદાય સાથે તેનું જોર ઘટી રહ્યું છે. હવામાન વિભાગે હાલ છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદ પડવાની આગાહી કરી છે. ક્યાંય ભારે વરસાદની આગાહી નથી. જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રિમાં વરસાદ પડવાની આગાહી કરી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આગાહી પ્રમાણે કચ્છના અમુક ભાગોમાં ભારે વરસાદ સાથે નદી-નાળામાં પાણી આવવાની શક્યતાઓ છે.

અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના મંગળવારે જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં બે દિવસ છૂટાછવાયા સ્થળોએ હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. બે દિવસ કોઈપણ જગ્યાએ ભારે વરસાદની આગાહી નથી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે બાદના આગામી ચાર દિવસ વાતાવરણ સુકું રહેવાની સંભાવના છે.

આ સાથે તેમણે જણાવ્યું છે કે, તાપમાન વધવામાં રાઇઝીંગ ટેન્ડન્સી રહેશે. આગામી 24 કલાકમાં અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે. આ સાથે નવરાત્રિમાં વરસાદ અંગે પૂછતા તેમણે જણાવ્યું કે, નવરાત્રિના દિવસોમાં વરસાદ ઓછો રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુરુવારે, ત્રીજી ઓક્ટોબરના રોજ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ચોથી ઓક્ટોબરના શુક્રવારે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે

હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે જણાવ્યું છે કે, નવરાત્રિ પહેલા ઉઘાડ નીકળશે અને અકળામણ અનુભવાય તેવો તડકો પડશે. પરંતુ નવરાત્રીની શરૂઆતમાં હસ્ત નક્ષત્રના કારણે ગાજવીજ સાથે હળવો વરસાદ થશે. તેમજ નવરાત્રિના મધ્ય ભાગમાં તડકો પડશે અને નવરાત્રિના અંતમાં ફરી એક વખત ચિત્રા નક્ષત્રને કારણે પણ વરસાદ થશે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, “બંગાળના ઉપસાગરની શાખા દક્ષિણ તટ ઉપર ભારે વરસાદ લાવી શકે અને તેની અસર ગુજરાત સુધી થઈ શકે છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હોય તો ગુજરાતમાં હળવો વરસાદ આવી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ બને તો માવઠા વધુ થઈ શકે છે. શરદ પૂનમથી દેવ દિવાળી સુધીમાં ઘણા પલટાઓ આવવાના છે.“

Whatsapp Group
સબંધિત પોસ્ટ