Vishabd | અંબાલાલ પટેલની નવી આગાહી જાહેર, તારીખ 5,6 અને 7 માર્ચમાં ભારે આગાહી, હવામાન વિભાગની આગાહી અંબાલાલ પટેલની નવી આગાહી જાહેર, તારીખ 5,6 અને 7 માર્ચમાં ભારે આગાહી, હવામાન વિભાગની આગાહી - Vishabd
Vishabd
Whatsapp Group Join
અંબાલાલ પટેલની નવી આગાહી જાહેર, તારીખ 5,6 અને 7 માર્ચમાં ભારે આગાહી, હવામાન વિભાગની આગાહી

અંબાલાલ પટેલની નવી આગાહી જાહેર, તારીખ 5,6 અને 7 માર્ચમાં ભારે આગાહી, હવામાન વિભાગની આગાહી

Team Vishabd by: Akash | 05:18 PM , 04 March, 2023
Whatsapp Group

અંબાલાલ પટેલની આગાહી

હવામાનના નિષ્ણાંત અંબાબલાલ પટેલે જણાવ્યું છે કે, આણંદ, વડોદરા અને અમદાવાદમાં માવઠાની શકયતાઓ છે તેમજ પંચમહાલ અને છોટાઉદેપુરમાં વરસાદ થશે. તા. 6,7 અને 8 માર્ચમાં દક્ષિણ ગુજરાત અને ગીરમાં વરસાદ થઈ શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થવાની શકયતા છે. બંગાળ અને અરબ સાગર મળતા ભેજ વાળા પવનોનાં કારણે વરસાદ થઈ શકે છે. તા. 14,15 અને 16માર્ચે સુધી રાજ્યમાં વાદળછાયા વાતાવરણની અને વરસાદની શકયતા છે. 20 માર્ચથી ગરમી વધવાની શકયતા છે તેમજ 24 અને 25 દરિયામાં હલચલ થવાની શકયતા છે.

હવામાન વિભાગની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી તારીખ 5, 6 અને 7 માર્ચના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ થઈ શકે છે. 6 અને 7 તારીખે સુરત, નવસારી અને વલસાડમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 તારીખે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદ અને ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે સુરેન્દ્રનગરમાં પણ સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન છે. અમદાવાદ શહેરમાં આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતી દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, રાજ્યના દક્ષિણપૂર્વના છોટાઉદેપુર, વડોદરા અને નર્મદામાં હળવો કમોસમી વરસાદ થવાની સંભાવના છે, આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી અને ભૂજમાં વરસાદ થઈ શકે છે. અપર લેવવમાં હવાનું સર્ક્યુલેશન દક્ષિણ-પશ્ચિમ તરફનું રહેશે, જેના કારણે અરબી સમુદ્રથી ભેજ અપર લેવલમાં આવી રહ્યું છે અને લોઅરમાં પૂર્વીય પવન છે જેના કારણે હવામાનમાં ફેરફાર થઈ રહ્યા છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ