Vishabd | દિવાળીમાં ગરમીથી શેકાવા રહેજો તૈયાર! અંબાલાલ પટેલ અને હવામાન ખાતાની મોટી આગાહી દિવાળીમાં ગરમીથી શેકાવા રહેજો તૈયાર! અંબાલાલ પટેલ અને હવામાન ખાતાની મોટી આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
દિવાળીમાં ગરમીથી શેકાવા રહેજો તૈયાર! અંબાલાલ પટેલ અને હવામાન ખાતાની મોટી આગાહી

દિવાળીમાં ગરમીથી શેકાવા રહેજો તૈયાર! અંબાલાલ પટેલ અને હવામાન ખાતાની મોટી આગાહી

Team Vishabd by: Akash | 03:14 PM , 30 October, 2024
Whatsapp Group

વાતાવરણને લઈને હવામાન ખાતાની આગાહી - Prediction of Ambalal

Prediction of Ambalal : ગુજરાતના વાતાવરણને લઈ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે, હવામાન ખાતે આગાહી કરી છે કે, દિવાળીના સમયમાં (તાપમાન) ગરમીથી શેકાવવા માટે તૈયાર રહેવું પડશે, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે!, તેમજ આજે અમદાવાદનું તાપમાન 37 ડિગ્રી નોંધાયું છે. આગામી દિવસમાં 37-38 ડિગ્રી તાપમાન રહી શકે છે. ઉત્તર-પૂર્વના પવનને કારણે બેવડી ઋતુની અસર રહેશે.

આ પણ વાંચો : ગરમી વધશે કે વરસાદ પડશે? જાણો હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીની આગાહી

અમદાવાદનું મહત્તમ તાપમાન કેટલું વધ્યું? - Prediction of Ambalal

અમદાવાદમાં ગરમીએ (તાપમાન) 14 વર્ષનો રેકોર્ડબ્રેક કર્યો છે.અમદાવાદનું મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી નોંધાયું છે જયારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 23.4 ડિગ્રી નોંધાયું છે.વર્ષ 2010-2023માં સૌથી વધુ લઘુતમ તાપમાન ઓક્ટોબર મહિનામાં 20 ડિગ્રી નોંધાયું છે. આ વર્ષે 14 વર્ષનો લઘુત્તમ તાપમાનનો રેકોર્ડ બ્રેક થયો છે અને લઘુતમ તાપમાન ઓક્ટોબર મહિનામાં વધુ નોંધાયું છે, વરસાદને લઈ હવામાન ખાતા દ્વારા કોઈ આગાહી કરવામાં આવી નથી, એટલે ખેડૂતમિત્રો માટે રાહતના સમાચાર છે.

આ પણ વાંચો : હવે હવામાન પથારી ફેરવશે? કમોસમી વરસાદ ફરી પડશે? જાણો અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગની નવી આગાહી

હવામાન વિભાગ દ્વારા વરસાદની કોઈ શક્યતા નથી!

3 દિવસથી ગુજરાતમાં વરસાદ નોંધાયો નથી. ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લઈ લીધી છે! ત્યારે હવે ગુજરાતમાં શિયાળાની ધીમી ગતિએ શરુઆત ચુકી છે. રાજ્યમાં ધીમે-ધીમે ઠંડી આગળ વધી રહી છે. વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે, રાજ્યમાં ઠંડીની જગ્યાએ ભીષણ ગરમીનો અનુભવ થશે. 11 જિલ્લાઓમાં 37 ડિગ્રી કરતાં પણ વધુ તાપમાન રહેશે. કંડલામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ડીસા, ભુજ અને રાજકોટમાં 39 ડિગ્રી તાપમાનની શક્યતા છે. અમદાવાદમાં 38.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં સામાન્ય કરતા 3.2 ડિગ્રી તાપમાન વધુ નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં 38 ડિગ્રી, મહુવામાં 37.8 ડિગ્રી તાપમાન જ્યારે અમરેલી, ગાંધીનગર, વડોદરામાં 37 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે.

વર્ષ 2027માં ગરમી અને ચક્રવાતનું પ્રમાણ વધશે?

જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા વર્ષ 2027માં શું થઈ શકે છે તેને લઈ મોટી આગાહી કરવામાં આવી છે,અંબાલાલ પટેલનું માનવું છે કે, ક્લાઈમેટ ચેન્જની ગંભીર અસરો હવામાનમાં દેખાશે જેને લઈ વાતાવરણમાં કોઈ પણ સમયે બદલાવ આવી શકે છે, સાથે-સાથે જો આ વાતાવરણની સિસ્ટમથી બચવું હોય તો, લોકોમાં કલાઈમેટ ચેન્જને લઈ જાગૃતતા લાવવી ખુબજ જરૂરી છે. જો કલાઈમેટને લઈ જાગૃતતા નહી આવે તો કોઈ પણ સમયે કઈ પણ થઈ શકે છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ