Vishabd | વરસાદને લઈને અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી, જાણો હવે ક્યાં પડશે છેલ્લો વરસાદ? વરસાદને લઈને અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી, જાણો હવે ક્યાં પડશે છેલ્લો વરસાદ? - Vishabd
Vishabd
Whatsapp Group Join
વરસાદને લઈને અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી, જાણો હવે ક્યાં પડશે છેલ્લો વરસાદ?

વરસાદને લઈને અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી, જાણો હવે ક્યાં પડશે છેલ્લો વરસાદ?

Team Vishabd by: Majaal | 09:17 AM , 25 September, 2024
Whatsapp Group

ગુજરાતમાં હવે ચોમાસું પૂરુ થવા પર છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાની વિદાય અને ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરી છે.  

અંબાલાલના જણાવ્યા મુજબ રાજસ્થાનના ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. ગુજરાતમાં પણ અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે.

તેમના  જણાવ્યા મુજબ,  24થી 28 તારીખ સુધી વરસાદ વરસશે.  બંગાળમાં સિસ્ટમ સક્રિય બનતા વરસાદી માહોલ રહેશે.  બંગાળમાં જે સિસ્ટમ સક્રિય બનશે તે દક્ષિણ ગુજરાતમાં વરસાદ લાવશે.

24 થી 26 વાવાઝોડું થવાની શક્યતા
ચોમાસુ વિદાય થતાં પણ ભારે વરસાદ વરસવાની તેમણે આગાહી કરી છે.  બંગાળમાં સિસ્ટમ સક્રિય થતા ચોમાસું પુરૂ થવાની અને વિદાયની સાથે ભારે વરસાદ થશે.

24 થી 26 વાવાઝોડું થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.  બે વાવાઝોડા ઉપરાંત માવઠા થવાની પણ તેમણે વ્યક્ત કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી મુજબ આ વખતે  ગરમી પુષ્કળ પડવાની શક્યતા છે.  નવેમ્બરથી ડિસેમ્બર માસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. તે સમયે ગળામાં માવઠું થશે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી
2024 ના ચોમાસાના વરસાદનો છેલ્લો રાઉન્ડ આવી રહ્યો છે. નેરુત્યનું ચોમાસું હાલ રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ ભાગોમાંથી વિદાય લઈ રહ્યું છે, છતાં ગુજરાતમાં ચોમાસું હજુ સક્રિય છે.

આ કારણે, રાજ્યમાં વરસાદનો એક નવો રાઉન્ડ આવી રહ્યો છે. બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમને કારણે, 24 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં 2 થી 5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે. આ સિસ્ટમ આવનારા દિવસોમાં, 25 અથવા 26 સપ્ટેમ્બર સુધીમાં, વેલમાર્ક લો પ્રેશર અથવા ડિપ્રેશનની કેટેગરી પ્રાપ્ત કરી શકે છે.

ગુજરાતમાં પડનારા વરસાદમાં, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. ખાસ કરીને ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ અને નવસારી જેવા વિસ્તારોમાં 4 થી 6 ઇંચ વરસાદ અને કેટલાક સ્થળોએ 6 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડે તેવી શક્યતા છે.

આમ, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ મધ્યમથી ભારે વરસાદો જોવા મળી શકે છે. 

Whatsapp Group
સબંધિત પોસ્ટ