આજથી રાજ્યમાં ફરી મેઘરાજા ફરી ધડબડાટી બોલાવશે. હવામાન વિભાગે વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે. આજથી 6 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ફરી વરસાદ આવશે. આજે રાજ્યના અનેક જિલ્લાોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં ડીપ્રેશન સક્રિય થતા ગુજરાતમાં વરસાદ આવશે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, કચ્છ પાસેથી પસાર થયેલા આશના વાવાઝોડાની ગુજરાતમાં કોઈ અસર નથી થઈ. ગઈકાલથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું હતું. આજે 1 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરી વરસાદ શરુ થશે. 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ નોંધાશે. આજથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા છે. ગઈ કાલે બનેલા ચક્રવાતની ખુબ ઓછા બનતા હોય છે. આજ દીન સુઘી આવી સિસ્ટમ માત્ર 3 વખત બની છે. આ પહેલા 1944 ઝારખંડ નજીક, 1976 ઓડિસા નજીક અને, 1986 દક્ષિણ ગુજરાતમાં આવી સિસ્ટમ બની હતી.
રાજ્યમાં છેલ્લા 8 દિવસમાં ધોધમાર વરસાદ પડ્યો છેય 8 જિલ્લામાં 8 દિવસમાં જ સીઝનનો 50 ટકા વરસાદ વરસ્યો છે. દ્વારકામાં 8 દિવસમાં સિઝનનો 97 ટકા વરસાદ પડ્યો. 24 થી 27 ઓગસ્ટ દરમિયાન સિઝનનો સૌથી વધુ વરસાદ પડ્યો. 24 ઓગસ્ટ સુધી રાજ્યમાં 76.57 ટકા સરેરાશ વરસાદ હતો. 31 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં 111.18 ટકા વરસાદ થઈ ગયો. રાજ્યના 20 જિલ્લામાં સિઝનનો 100 ટકા વરસાદ પડ્યો.
દેશમાં ઓગસ્ટ મહિનામાં પહેલા વરસાદે તમામ રેકોર્ડ તોડ્યા. છેલ્લા 23 વર્ષમાં આ વખતે ઓગસ્ટમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. વર્ષ 2001 બાદ ઓગસ્ટ મહિનામાં 2024માં સૌથી વધુ વરસાદ નોંધાયો. ઓગસ્ટ મહિનામાં દેશમાં સામાન્ય કરતા 16 ટકા વરસાદ પડ્યો. સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદનો વરતારો કરવામાં આવ્યો. સપ્ટેમ્બર મહિનામાં દર વખત કરતા વધુ વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતની સાથે રાજધાની દિલ્હીમાં વરસાદે 15 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. વરસાદના કારણે હિમાચલ અને આસામમાં ભારે નુકસાન થયું છે.